અહીં દર 20 વર્ષે થાય છે મંદિરનું પુન:નિર્માણ

દુનિયામાં જેટલા ધર્મો છે એટલી જ તેની સાથે જોડાયેલી માન્યતાઓ છે. જેને લોકો વર્ષોથી માનતા આવે છે.

ઘણી વખત કેટલીક માન્યતાઓ અને રિવાજ ઘણાં વિચિત્ર હોય છે. એવી જ જાપાનના એક મંદિરને લઈ આસ્થા છે.

જાપાનમાં એક મંદિર છે જેને દર 20 વર્ષે તોડવામાં અને નવું બનાવામાં આવે છે. ખુદ શ્રદ્ધાળુઓ આવું કરે છે.

જાપાનની આ જગ્યાનું નામ Ise Grand Shrine છે. તેને જીંગુના નામે પણ ઓળખવામાં આવે છે. તે દેશના પવિત્ર ધર્મસ્થળોમાંથી એક છે.

મંદિર બે ભાગમાં નાઇકુ એટલે કે આંતરિક મઠ અને ગેકુ એટલે કે બાહરી મઠમાં વહેંચાયેલુ છે. આ મઠોની ખાસિયત છે કે તેને દર 20 વર્ષે તોડીને નવા બનાવામાં આવે છે.

મંદિરને તોડીને ફરી બનાવવાની પરંપરા છેલ્લા 1300 વર્ષથી ચાલી આવે છે. આ માન્યતા શિંતો સાથે જોડાયેલી છે.

ISROના ગગનયાન મિશનમાં જશે આ અવકાશ યાત્રીઓ