પપૈયુ ખાવાથી આપણા સ્વાસ્થ્યને ઘણાં ફાયદા થાય છે. આ ફળમાંથી મળતા એન્જાઇમ્સ ત્વચા માટે ખૂબ જ લાભપ્રદ છે.
પરંતુ જો પપૈયા સાથે આ ખાદ્ય પદાર્થોનું સેવન કરવામાં આવે તો પપૈયુ સ્વાસ્થ્ય માટે ઝેર જેવું કામ કરે છે.
આજે અમે એવા ખાદ્ય પદાર્થો વિશે જણાવીશું, જેની સાથે પપૈયુ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.
પપૈયા સાથે દુધનું સેવન પેટ માટે નુકસાનકારક સાબિત થાય છે. તેથી પપૈયુ ખાધા પછી આશરે 30 મિનિટ બાદ દુધનું સેવન કરવું જોઈએ.
આયુર્વેદ અનુસાર, દહીંની તાસિર ઠંડી અને પપૈયાની તાસિર ગરમ હોય છે. જેથી આ બંનેનું સાથે સેવન કરવામાં આવે તો શરદી, તાવ અને માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે.
પપૈયા સાથે લીંબુનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. આ ફૂડ કોમ્બિનેસનથી લોહીનો વિકાર થઈ શકે છે.
પપૈયું એક મીઠુ અને સંતરુ એક ખાટુ ફળ છે. આ ફૂડ કોમ્બિનેશન શરીરમાં ઝેર પેદા કરી શકે છે.
પપૈયા સાથે ટમેટાના સેવનથી ડાયરિયા, કબજિયાત અને અપચાની સમસ્યા થઈ શકે છે.
પપૈયા અને કારેલાનું એક સાથે સેવન કરવાથી તમને ડિહાઇડ્રેશન અને એસિડિટી રિએક્શનની સમસ્યા થઈ શકે છે.
નોટ - આ સમાચાર સામાન્ય જાણકારીઓ પર આધરિત છે. કોઈપણ પ્રકારની વધુ જાણકારી માટે નિષ્ણાંતની યોગ્ય સલાહ લો.
આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે Khabri Mediaને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.