આજે અમે આપને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું, કે જેનું નામ અંડરવર્લ્ડના ડોન સાથે જોડાયેલું હતુ.
મોનિકા બેદીએ ઘણાં વર્ષો સુધી ડોન અબુ સલેમને ડેટ કર્યા બાદ 1999માં તેની સાથે લગ્ન કર્યાં હતા.
મમતા કુલકર્ણીએ વર્ષ 2013માં ડોન વિક્કી ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા.
મંદાકિની અને દાઉદ ઇબ્રાહિમના અફેર્સની ઘણી ચર્ચાઓ થઈ હતી. જેની અસર અભિનેત્રીના કરિયર પર પડી હતી.
અભિનેત્રી સોનાએ ડોન હાજી મસ્તાન સાથે લગ્ન કર્યા હતા. તેના થોડા સમય બાદ ડોનનું મોત થયુ હતુ.
રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી અનિતા અયુબ અને દાઉદ લાંબા સમયથી એક બીજાના પ્રેમમાં હતા.