જાણો, શિયાળામાં કેમ આવે છે વધુ નિંદર?

શિયાળામાં જ્યારે કડકડતી ઠંડી પડતી હોય ત્યારે પથારીમાંથી ઊભુ થવાનું મન થતું નથી. અન્ય ઋતુઓ કરતા શિયાળામાં વધુ નિંદર આવે છે.

આવો જાણીએ કે શિયાળામાં વધુ નિંદર આવવાનું કારણ શું છે?

શિયાળાની ઋતુમાં શરીરમાં વિટામિન-ડીની ઉણપ હોય છે. જેને લીધે આળસ અને સુસ્તીનો અનુભવ થાય છે.

શિયાળામાં લોકો અવારનવાર તળેલું અને મસાલેદાર ખોરાકનું સેવન કરે છે. ખાનપાનમાં આ બદલાવને કારણે પણ વધુ નિંદર આવે છે.

ઠંડીની ઋતુમાં લોકો ઓઇલી ફૂડનું વધુ સેવન કરે છે. વધુ ઓઇલી ફૂડ ખાવાથી પણ આપને વધુ નિંદર આવી શકે છે.

ઠંડીની ઋતુમાં મેલાટોનિન હાર્મોનનું સ્તર વધી જવાના કારણે પણ વધુ નિંદર આવવાની સમસ્યા પેદા થાય છે.

જો શિયાળામાં તમે વધુ નિંદર અને આળસથી પરેશાન છો, તો તેનાથી બચાવ કેટલાક ઉપાય અજમાવી શકો છો.

શિયાળામાં 15 થી 30 મિનિટ ફરજિયાત પણે તડકે બેસવું અને કસરત કરવી.

બેડરૂમનું યોગ્ય તાપમાન જાળવી રાખો, બેડરૂમનું તાપમાન વધુ પડતુ ગરમ કે ઠંડું હોવું જોઈએ નહિ.

નોટ - આ સમાચાર સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. કોઈ પણ વિશેષ જાણકારી માટે નિષ્ણાંત પાસેથી સલાહ લેવી જરૂરી છે.

આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે Khabri Mediaને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.