જાણો, માથા પર તિલકના શું છે નિયમો
હિન્દુ ધર્મમાં પૂજા પાઠ દરમિયાન ભગવાનની આરતી ઉતારવી, ફુલ ચઢાવવા, તિલક કરવું સહિત વિધિ કરવામાં આવે છે.
વિશેષ ધાર્મિક અનુષ્ઠાન સાથે ઘણાં લોકો નિયમિત પણે તિલક કરતા હોય છે.
હિન્દુ ધર્મમાં તિલકને ઇશ્વરનો આશિર્વાદ માનવામાં આવે છે. તો આવો અમે આપને તિલક કરવાની સાચી રીતે જણાવીએ.
સ્નાન-ધ્યાન બાદ જ માથા પર તિલક કરવું જોઈએ.
તિલત કરતી વખતે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ.
પોતાને કે અન્ય વ્યક્તિને મધ્યમા આંગળી કે અંગુઠાથી તિલક કરવું જોઈએ.
દેવી - દેવતાઓની મૂર્તિને અનામિકા આંગળીથી તિલક કરવું શુભ માનવામાં આવે છે.
આજ્ઞા ચક્ર એટલે કે માથાની વચ્ચે તિલક કરવાથી મન શાંત રહે છે. શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
Note - આ જાણકારી માત્ર માન્યતાઓ, ધર્મગ્રંથો અને વિવિધ માધ્યમો પર આધારિત છે. વધુ જાણકારી માટે વિદ્વાનની સલાહ લેવી જરૂરી છે.
જાણો, જયપુર પિંક સિટી તરીકે કેમ ઓળખાય છે?
આ પણ જુઓ