નાણા મંત્રી નિર્મલા સિતારમણે વચગાળાનું બજેટ રજૂ કરી દીધુ છે. આ બજેટના 10 મુખ્ય મુદ્દાઓ ક્યાં છે આવો જાણીએ.
નિર્મલા સિતારમણે કહ્યું કે દેશના 1 કરોડ ઘરોમાં સૌર ઊર્જા દ્વારા 300 યુનિટ ફ્રી વિજળી આપવામાં આવશે.
નાણા મંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે આગામી પાંચ વર્ષોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2 કરોડ નવા ઘર બનાવીશું.
બજેટ ભાષણમાં નાણા મંત્રીએ કહ્યું કે સર્વાઇકલ કેન્સરને રોકવા માટે અમારી સરકાર રસીકરણ લઈને આવી છે. છોકરીઓને તેનાથી બચાવા ફ્રીમાં રસી આપવામાં આવશે.
નાણા મંત્રીએ કહ્યું કે ખેડૂતોની આવક વધારવા માટે કામ કરવામાં આવશે. જો કે, પીએમ સન્માન નિધિની રકમમાં કોઈ વધારો કરાયો નથી.
નિર્મલા સિતારમણે બજેટના ભાષણમાં કહ્યું કે દેશની એક કરોડથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની ગઈ છે. તેનું લક્ષ્ય 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનું છે.
તેઓએ કહ્યું કે, ગત પાંચ વર્ષમાં કરદાતાઓ માટે અમે ઘણું કામ કર્યુ છે. રિટર્ન ફાઇલ કરવાની વ્યવસ્થાને સરળ બનાવાઈ છે. જો કે નાણા મંત્રીએ ટેક્સમુક્તિને લઈ કોઈ જાહેરાત કરી નથી.
નિર્મલા સિતારમણે પોતાના બજેટના ભાષણમાં જણાવ્યું કે અમે 80 કરોડ લોકોને રાશન ઉપલબ્ધ કરાવ્યું છે.
નિર્મલા સિતારમણે કહ્યું કે અમારી સરકારે પાછલા 10 વર્ષોમાં 30 કરોડ મુદ્રા યોજાનાની લોન મહિલાઓને આપી છે.
નાણા મંત્રીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં લોકોની આવક વધી છે. જેની સરખાણીએ મોંઘવારી એટલી વધી નથી. જનતા સશક્ત થઈ છે.