વિશ્વની દિગ્ગજ કંપનીઓમાં ભારતીયોનો દબદબો
વિશ્વમાં ભારતીય લોકોનો દબદબો વધી રહ્યો છે. વિશ્વની મોટાભાગની દિગ્ગજ કંપનીઓની કમાન મૂળ ભારતીય લોકોના જ હાથમાં છે.
દુનિયાની સૌથી મોટી સર્ચ એન્જિન ગૂગલની પેરેન્ટ કંપની Alphabetના સીઈઓ સુંદર પિચાઈ મૂળ ભારતીય છે.
જ્યારે વિશ્વની દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટ (Microsoft)ની કમાન ભારતીય મૂળ સત્યા નાડેલાના હાથમાં છે.
યુટ્યૂબ (YouTube)ના સીઈઓ પણ મૂળ ભારતીય છે. તેનું નામ નીલ મોહન છે.
ભારતવંશી શાંતનુ નારાયણ વર્ષ 2007થી એડોબ (Adobe)નું સીઇઓ પદ સંભાળી રહ્યાં છે.
મૂળ ભારતીય અજય બાંગા વર્લ્ડ બેન્કના 14માં અધ્યક્ષ છે.
ટેક દિગ્ગજ કંપની આઈબીએમ (IBM)ના સીઈઓ અને ચેરમેન અરવિંદ કૃષ્ણ છે. તેઓ 2020થી આ જવાબદારી સંભાળી રહ્યાં છે.
અમેરિકાની દિગ્ગજ કંપની અલ્બર્ટસંસ (Albertsons)ની કમાન વિવેક શંકરનના હાથમાં છે. તેઓ પણ મૂળ ભારતીય છે.
સ્ટારબક્સ (StarBucks)નું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. આ કોફી ચેઈનની મુખ્ય જવાબદારી લક્ષ્મણ નરસિમ્હન સંભાળી રહ્યાં છે.
અમેરિકાની કંપની હનીવેલ (Honeywell)ના સીઈઓ વિમલ કપૂર છે. તેઓ 1 જુન 2023થી આ પદ પર નિયુક્ત થયા છે.
વિશ્વના સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની Novartisમાં પણ ભારતનો જ હુકુમ ચાલે છે. તેની કમાન વસંત નરસિમ્હાનના હાથમાં છે.
આવી જ મજેદાર સ્ટોરીઓ જોવા માટે
Khabri Media
ને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.
વધુ વાંચો