પૃથ્વી પર કઈ રીતે પાંગરી સજીવસૃષ્ટિ?
આપણાં બધા માટે મોટો યક્ષ પ્રશ્ન છે કે આખરે પૃથ્વી પર જીવનની શરૂઆત કઈ રીતે થઈ?
તેનો જવાબ જાણવા નાસા સહિત કેટલાય અવકાશ સંગઠન અને વૈજ્ઞાનિકો આજે પણ મથી રહ્યાં છે.
ત્યારે નાસાનાં વૈજ્ઞાનિકો જવાબની ઘણી નજીક પહોંચી ગયા છે.
તેઓનું માનવું છે કે એસ્ટેરોઇડ બેન્નુ પૃથ્વી પર જીવન માટે એક મોટું કારણ હોઇ શકે.
કેમ કે, 4.5 અબજ વર્ષ જુના આ એસ્ટેરોયડમાં જીવન નિર્માણના સંકેત મળે છે.
વૈજ્ઞાનિકોને શરૂઆતી પરિણામોથી ખ્યાલ આવ્યો કે તેમાં કાર્બનની માત્રા વધારે છે.
જ્યારે અવકાશમાંથી લવાયેલા કોઈ પણ અન્ય નમુનામાં એવું જોવા મળ્યું નથી.
તેમાં હાઇડ્રેટેડ ખનીજોના રૂપે નોંધપાત્ર પ્રમાણમાં પાણી પણ સામેલ છે.
વૈજ્ઞાનિકો અનુસાર તેમાંથી મળેલા રાસાયણિક તત્વો જીવન માટે જરૂરી છે.
આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે
Khabri Media
ને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.
વધુ વાંચો