ગૂગલે ભારતમાં વર્ષ 2023માં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા વ્યક્તિઓની યાદી જાહેર કરી છે.
આ લિસ્ટમાં પહેલા નંબર પર એક્ટ્રેસ કિયારા અડવાણી, 5માં નંબરે યુટ્યૂબર એલ્વિસ યાદવ, છઠ્ઠા નંબર પર એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને 8માં નંબરે ફૂટબોલર ડેવિડ બેકહમ છે.
આ ચાર સિવાય યાદીમાં ક્રિકેટર્સનો પણ દબદબો રહ્યો. 6 ક્રિકેટર આ વર્ષે ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યાં. આવો જાણીએ આ લિસ્ટમાં કોનો સમાવેશ થાય છે.
ભારતમાં સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવેલા વ્યક્તિમાં યુવા બેટ્સમેન શુભમન ગીલ કિયારા અડવાણી બાદ બીજા નંબર પર છે.
શુભમન ગીલ
ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડના ક્રિકેટર રચિન રવિન્દ્રને ઈન્ડિયાના લોકોએ ગૂગલ પર ઘણો સર્ચ કર્યો છે. આ લિસ્ટમાં તે 3 નંબર પર છે.
રચિન રવિન્દ્ર
વિશ્વકપમાં પોતાની બોલિંગથી ધમાલ મચાવનાર ભારતીય બોલર મોહમ્મદ શમીને પણ લોકોએ ગૂગલ પર ખૂબ સર્ચ કર્યો. તે આ યાદીમાં 4 નંબરે છે.
મોહમ્મદ શમી
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલને ભારતના લોકોએ સૌથી વધુ સર્ચ કર્યો છે. ગૂગલની સર્ચ યાદીમાં મેક્સવેલ 7માં નંબરે રહ્યો.
ગ્લેન મેક્સવેલ
ભારતના લોકો દ્વારા ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા વ્યક્તિઓની યાદીમાં ઈન્ડિયન ક્રિકેટર સૂર્યકુમાર યાદવ 9માં નંબરે છે.
સૂર્યકુમાર યાદવ
આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે Khabri Mediaને ફૉલો કરો, લાઈક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.