દુધ પોષત તત્વોથી ભરપૂર હોય છે. નાનપણથી જ આપણને રોજ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. દુધમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ અને વિટામિન બી 12 જેવા તત્વો હોય છે.
જ્યારે કેટલીક વસ્તુ એવી છે કે જેનું ક્યારેય દુધ સાથે સેવન કરવું જોઈએ નહિ. જો આ ચીજ વસ્તુઓનું દુધ સાથે સેવન કરવામાં આવે તો ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે
ટ્રેડ્સને ફોલો કરવાના ચક્કરમાં હવે લોકો માછલીને દુધ સાથે રાંધે છે. પરંતુ આ બંનેને સાથે આરોગવાથી તમને સ્કિન સંબંધિત સમસ્યાઓ જેવા કે ચામડાના રોગ થઈ શકે છે.
ખાટા ફળો સ્વાસ્થ્ય માટે ઘણાં લાભપ્રદ હોય છે. પરંતું દુધ સાથે તેનું સેવન કરવાથી પાચનને લગતી સમસ્યા જેવી કે અપચો, કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. પેટમાં દુખાવો થઈ શકે છે.
ઘણાં લોકો શિયાળામાં રોજ સવારે ગરમ દુધ સાથે ગોળ ખાય છે. જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પણ કેટલાક લોકોને તેનાથી પેટ ખરાબ થઈ જાય છે.
દુધ સાથે ક્યારેય મસાલાવાળી વસ્તુઓ લેવી ન જોઈએ. તેની તાસિર અલગ હોય છે. તેનાથી તમારુ પાચનતંત્ર બગડી શકે છે. તેનાથી એસિડ રિફ્લેક્સનું જોખમ ઊભુ થઈ શકે છે.