શું ખરેખર લગ્ન પછી પુરુષોમાં પરિવર્તન આવે છે?
શું લગ્ન બાદ પુરુષોના વર્તનમાં પરિવર્તન આવી જાય છે? આ એક એવો સવાલ છે. જેનો જવાબ મોટાભાગે છોકરી જાણવા માંગતી હોય છે.
એવામાં આજે અમે આપને તેના વિશે અભ્યાસને આધારે કેટલીક ચોક્કસ જાણકારી આપી રહ્યાં છીએ.
અભ્યાસ અનુસાર, લગ્ન પછી માત્ર મહિલાઓ જ નહિ પરંતું પુરુષોના વર્તનમાં પણ પરિવર્તન આવે છે.
અભ્યાસ અનુસાર લગ્ન પછી પુરુષ પહેલાની સરખામણીએ વધુ જવાબદાર બની જાય છે.
જે વ્યક્તિ પહેલા પોતાના માટે જ વિચારતો હતો, હવે તે પરિવાર અને પાર્ટનરની ખુશી વિશે વિચારવા લાગે છે.
લગ્ન પહેલા પુરુષોની રહેણી કરણી, ખાનપાન અને ઉઠવા બેસવા માટે મોટા ભાગનો સમયે મિત્રો સાથે પસાર થાય છે. પરંતું લગ્ન પછી મિત્રોથી દૂર થતા જાય છે.
લગ્ન પછી પુરુષ મિત્રોની સરખામણીએ પરિવારને વધુ સમય આપે છે અને પરિવારના સભ્યોનું ધ્યાન રાખે છે.
લગ્નબંધનમાં બંધાયા પછી પુરુષોની પ્રાથમિકતા બદલાય જાય છે. તે પોતાના સમય અને પૈસાને ખોટા ખર્ચાની જગ્યાએ સર્જનાત્મક કામમાં લગાડે છે.
લગ્ન પછી પુરુષોને આર્થિક રીતે સક્ષમ બનવું પડે છે. એવામાં જો તે બેરોજગાર હોય તો તે રોજગારની શોધ કરવા લાગે છે.
અભ્યાસ અનુસાર, લગ્ન પછી પુરુષ વધુ કેરિંગ બની જાય છે. તેને આખા પરિવારના સુખ દુઃખની ચિંતા રહે છે.
ઘરના મંદિરમાં કોડીઓ રાખવી શુભ છે કે અશુભ?
આ પણ જુઓ