જો રૂમ હિટરનો ઉપયોગ કરતા હોય તો સાવધાન
રૂમ હિટર એક ઇલેક્ટ્રિક સાધન છે, જેનો ઉપયોગ નાના અને બંધ સ્થળ જેમ કે ઓફિસ અને રૂમને ગરમ કરવા માટે થાય છે.
રૂમ હિટરના ઘણાં પ્રકારના હોય છે. જેમાં ઇલેક્ટ્રિક હિટર, ઓઇલ હિટર, ગેસ હિટર અને ઇન્ફ્રારેડ હિટરનો સમાવેશ થાય છે.
હિટરથી ઠંડીમાં રાહત તો મળે છે પણ તેના લીધે સ્વાસ્થ્યને કેટલાક નુકસાન પણ થાય છે.
હિટરના કારણે રૂમમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર વધે છે. વધુ સમય તેની નજીક રહેવાથી હ્રદય રોગના દર્દીઓને છાતીમાં દુખાવો થઈ શકે છે.
ગેસ હિટરના ઉપયોગથી શ્વાસ લેવામા તકલીફ થાય છે. રૂમમાં કાર્બન મોનોક્સાઇડમાં વધારો થતા મગજમાં લોહી હેરફરેમાં અવરોધ પેદા થાય છે.
રૂમમાં હિટર શરૂ કરવાથી માત્ર શરીર જ નહિ પણ ત્વચાને પણ ભારે નુકસાન થાય છે. તેનાથી તમારી ત્વચાનો ભેજ ઓછો થાય છે અને ખંજવાળની સમસ્યા વધી શકે છે.
રૂમ હિટરથી રૂમમાં ઓક્સિજનનું લેવલ ઓછું થાય છે અને તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
રૂમ હિટર એલર્જી અને અસ્થમાનું કારણ બની શકે છે. જો કોઈ આ રોગથી પીડિત હોય તો તેને હિટર ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે.
હીટર પાસે જ્વનશીલ વસ્તુઓ જેમ કે કાગળ, પથારી, ફર્નિચર અને ચાદર જેવી વસ્તુઓ દૂર રાખવી જોઈએ. હિટરને હંમેશા લાકડાની પ્લાસ્ટિકના પાટિયા પર રાખવું.
આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે
Khabri Media
ને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.
વધુ વાંચો