ભારતના 10 સૌથી સમૃદ્ધ રાજ્યો
ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, અહીં રાજ્યોમાં ખૂબ જ ભિન્નતા જોવા મળે છે. દરેકનું પોતાનું ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ છે.
મહારાષ્ટ્ર ભારતનું સૌથી અમીર રાજ્ય છે. આ રાજ્યનો ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 38.79 લાખ કરોડ રૂપિયા છે.
મહારાષ્ટ્ર
ભારતના સૌથી ધનિક રાજ્યોમાં તમિલનાડુ બીજા ક્રમે આવે છે. આ રાજ્યનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 28.3 લાખ કરોડ રૂપિયા છે.
તમિલનાડુ
ગુજરાત ભારતનું ત્રીજું સૌથી ધનિક રાજ્ય છે, આ રાજ્યનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 25.62 લાખ કરોડ રૂપિયા છે.
ગુજરાત
ભારતના દક્ષિણમાં સ્થિત કર્ણાટક રાજ્ય દેશનું ચોથું સૌથી ધનાઢ્ય રાજ્ય છે, આ રાજ્યનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ અંદાજે રૂ. 25 લાખ કરોડ છે.
કર્ણાટક
ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, ઉત્તર પ્રદેશનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 24.39 લાખ કરોડ રૂપિયા છે.
ઉત્તર પ્રદેશ
પશ્ચિમ બંગાળ ભારતનું છઠ્ઠું સૌથી ધનિક રાજ્ય છે, આ રાજ્યનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ રૂ. 17.19 લાખ કરોડ છે.
પશ્ચિમ બંગાળ
રાજસ્થાન સમૃદ્ધ રાજ્યોની યાદીમાં સાતમા સ્થાને આવે છે. રાજ્યનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 15.7 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
રાજસ્થાન
આંધ્ર પ્રદેશ રાજ્ય આ યાદીમાં આઠમા સ્થાને આવે છે, આ રાજ્યનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 14.49 લાખ કરોડ રૂપિયા છે.
આંધ્ર પ્રદેશ
ભારતનું સૌથી નવું રાજ્ય, તેલંગાણા રાજ્ય ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે, રાજ્યનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ લગભગ 14 લાખ કરોડ રૂપિયા છે.
તેલંગાણા
આ રાજ્યને ભારતનું હૃદય કહેવામાં આવે છે. મધ્યપ્રદેશની વસ્તી અંદાજે 7.5 કરોડ છે અને આ રાજ્યનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 13.87 લાખ કરોડ રૂપિયા છે.
મધ્ય પ્રદેશ
વધુ વાંચો