એક વોટ ગુજરાતને નામ… આ રીતે ગુજરાતના ટેબ્લોને આપો વોટ

Spread the love

Vote For Gujarat : પ્રજાસત્તાક પર્વ નિમિતે દર વખતની જેમ આ વખતે પણ કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાત અને અન્ય રાજ્યોએ પોતપોતાની ઝાંખી ટેબ્લો મારફત રજૂ કરી હતી.

આ પણ જુઓ : ભારતીય સેનામાં ભરતી થવા માંગતા હતા આ સ્લેબ્સ

PIC – Social Media

Vote For Gujarat : પ્રજાસત્તાક દિવસે એટલે કે, 75-મા પ્રજાસત્તાક પર્વ નિમિતે 26 જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાતના પ્રવાસન અને સંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો ”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ”નું નવી દિલ્હીના ‘કર્તવ્ય પથ’ ખાતે આયોજિત રાષ્ટ્રીય પરેડમાં ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. ગુજરાત સાથે દેશના અન્ય રાજ્યોના ટેબ્લો પણ કર્તવ્ય પથ પર પરેડમાં સામેલ થયા હતા અને પોત પોતાના રાજ્યોની ઝાંખી બતાવી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ગુજરાતના ટેબ્લોમાં કચ્છની ઓળખ સમા ‘ભૂંગા’, રણોત્સવ, ટેન્ટ સિટી અને કચ્છના વિવિધ ભરતગૂંથણ, ડિજિટલ ક્રાંતિને દર્શાવતાં નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ તાજેતરમાં UNESCO એ ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા'(Intangible Cultural Heritage-ICH)માં સામેલ કર્યો હોઈ, તેની પ્રસ્તુતિએ પણ આ ઝાંખીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો: ‘‘ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ”ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિં! આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં સહયોગ આપી શકો છો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ રીતે કરી શકો છો આપ વોટિંગ

ગયા વખતની જેમ આ વખતે ગુજરાતનો ટેબ્લો વિજેતા થાય તે માટે તમારો એક વોટ જરૂરી છે. નીચે આપેલા સ્ટેપને અનુસરી તમે તમારો વોટ ગુજરાતને આપી ગૌરવ વધારી શકો છો.

અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો

https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-republic-day-2024/

ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 04 (ચોથા ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.
નીચે લીલા બટનમાં Log in to Participate છે દબાવો
ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો
જેથી તમને એક OTP પ્રાપ્ત થશે
આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.