Uttarakhand : સુરંગ ધરાશાયી થતા 20 થી 25 મજૂરો ફસાયાની આશંકા

Spread the love

Jagdish, Khabri Media Gujarat

Uttarakhand : ઉત્તરાખંડમાં સુરંગ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ઉત્તરાખંડમાં બ્રાહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલક્યારાના ડંડાલગાંવ સુધી નવયુગા કંપનીની નિર્માણાધિન સુરંગ ધરાશાહી થવાની ઘટના બનાવા પામી છે. શનિવારે મોડી રાતે ઘટેલી દુર્ઘટનામાં ઘણાં મજુરો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ અંગે ઉત્તરકાશી જિલ્લા કાર્યાલયને જાણ થતા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટના ભૂસ્ખલનના કારણે થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદી હિમાચલના લેપચામાં સેનાના જવાનો સાથે ઉજવશે દિવાળી, દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

નિર્માણાધિન સુરંગ અંદર તમામ મજુરો સુરક્ષિત છે. તેઓ પાસે ઓક્સિજન સિલિન્ડર પણ છે. સુરંગમાં કેટલા મજુરો ફસાયા છે, તેનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. 20 થી 25 મજુરો સુરંગમાં ફસાયા હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. સુરંગ બનાવતી કંપની નવયુગા તરફથી માટી હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. સુરંગ બહાર 5 એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી છે. જેથી રેસ્ક્યુ કરવામાં આવતા મજૂરોને જરૂર પડવા પર ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી શકાય.

આ પણ વાંચો : જાણો, 12 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

એનડીઆરએફ અને અન્ય બચાવ ટીમો બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સિલક્યારા બાજુ સુરંગના મુખ્ય દ્વારથી 200 મીટર દૂર આ ભૂસ્ખલન થયું છે. જ્યારે સુરંગમાં જે મજુરો કામ કરી રહ્યાં હતા તે 2800 મીટર અંદર છે. આ ટલન ઓલ વેધર રોડ પ્રોજ્ક્ટનો ભાગ છે. જેની લંબાઈ 4.5 કિમી છે. ચાર કિલોમીટર સુધીની સુરંગનું કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પહેલા આ ટનલનું કામ સપ્ટેમ્બર 2023ના રોજ પૂર્ણ થનાર હતું. પણ પ્રોજેક્ટમાં મોડુ થતા હવે આ સુરંગ માર્ચ 2024માં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.