ભર ઉનાળે પડશે માવઠાનો માર, હવામાન વિભાગે કરી આગાહી

Spread the love

Gujarat Weather : ગુજરાતમાં ઉનાળો બરાબર જામ્યો છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ભર ઉનાળે હવામાન વિભાગ દ્વારા ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો – આ નેતા વિરુદ્ધ છે દેશમાં સૌથી વધુ કેસ દાખલ, રિપોર્ટ થયો ખુલાસો

PIC – Social Media

Gujarat Weather : રાજ્યમાં ધોમધખતો તાપ યથાવત છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વાતાવરણને ઠંડકવળે એવી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 4 દિવસ તાપમાન યથાવત રહેશે. બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પ્રિ મોનસુન એક્ટિવીટી કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 12 અને 13 એપ્રિલે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 12 એપ્રિલે નવસારી, વલસાડ અને સુરતમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે 13 એપ્રિલે કચ્છ, બનાસાકાંઠામાં માવઠાની શક્યતા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

નોંધનીય છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. તારીખ 12 થી 15 એપ્રિલ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રિ મોનસુન એક્ટિવિટી શરૂ થશે. ગુજરાતમાં વિજળીના કડાકા ભડાકા સાથે તોફની વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને કારણે ગરમીનો પારો પણ નીચે જતા વાતાવરણમાં ઠંકડ થશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

હવામાન વિભાગ અનુસાર 10 અને 11 એપ્રિલે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડશે. તો 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ પડશે.