ગુજરાતી પ્લેયરને બહાર કરવો એ હતી સૌથી મોટી ભૂલ જાણો

Spread the love

IND vs ENG 1st Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 28 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ ખતમ થયા બાદ જ્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને આ હારનું કારણ પૂછવામાં આવ્યું તો રોહિત પાસે કોઈ જવાબ નહોતો. રોહિતને પૂછવામાં આવ્યું કે ટીમ ઈન્ડિયામાં ક્યાં ભૂલ થઈ? તો તેણે કહ્યું, “આનો જવાબ આપવો મુશ્કેલ છે. જોયા પછી મૂલ્યાંકન કરીશું કે ભૂલ ક્યાં થઈ?” હવે વાત એ છે કે મેચ પછી તરત જ રોહિત માટે ટીમની નબળી કડીને સમજવી ખરેખર મુશ્કેલ હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પૂજારા જેવા બેટ્સમેનને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા

ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમમાં બે એવા ખેલાડીઓ છે જેઓ ઘણી તકો આપવા છતાં સારું પ્રદર્શન કરી શકતા નથી. આ ખેલાડીઓની સતત નિષ્ફળતાને કારણે ભારતીય ટીમ હૈદરાબાદમાં હારી ગઈ હતી. આવા ખેલાડીઓમાં બે નામો મુખ્ય હતા – પહેલું શુભમન ગિલ અને બીજું શ્રેયસ અય્યર. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં આ બંને પાસેથી ઘણી અપેક્ષાઓ હતી.

ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ બેન્ચ પર છે.

સારી વાત એ છે કે જે પણ થયું તે પ્રથમ ટેસ્ટમાં જ જોવા મળ્યું. ભારત શ્રેણીમાં હજુ 0-1થી પાછળ છે. હજુ 4 ટેસ્ટ મેચ બાકી છે, એટલે કે શ્રેણી જીતવાની તક છે. એવું નથી કે ટીમ પાસે કોઈ વિકલ્પ નથી. રજત પાટીદાર જેવો ખેલાડી બેન્ચ પર બેઠો છે, જેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે. એ સ્પષ્ટ છે કે જો ભારતીય ટીમે શ્રેણી હારની ભારે કિંમત ચૂકવવાથી બચવું હશે તો ગિલ અને અય્યરે કંઈક કરવું પડશે.

પૂર્વ મંત્રી જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહની પત્નીનું દર્દનાક માર્ગ અકસ્માતમાં મોત. પુત્ર સહિત અનેક લોકો ઘાયલ

ગિલ અને અય્યરના ટેસ્ટ ક્રિકેટના આંકડા નિરાશાજનક છે

શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના ટેસ્ટ ક્રિકેટના આંકડા ખૂબ જ નિરાશાજનક છે. હૈદરાબાદ ટેસ્ટના પ્રથમ દાવમાં ગીલે માત્ર 23 રન બનાવ્યા હતા જ્યારે અય્યરના ખાતામાં માત્ર 35 રન હતા. પરંતુ જ્યારે રનનો પીછો કરવાની વાત આવી ત્યારે આ બંને ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. બીજા દાવમાં ગિલ શૂન્ય રન બનાવીને ઐયર માત્ર 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. છેલ્લી 11 ટેસ્ટ ઇનિંગ્સમાં ન તો ગિલ કે ઐયરે અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચો : ભરુચ : ગેરકાયદે ચાલતા વિદેશી નાણાં હવાલાનો પર્દાફાશ