આ એક્ટરે 13 વર્ષની ઉંમરે કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ, આજે છે કોમેડી કિંગ

Spread the love

Johnny Lever: બોલીવુડના કોમેડી કિંગ જૉની લીવરનું બાળપણ ભારે સંઘર્ષથી ભરેલુ હતુ. એક્ટરે ખુલાસો કર્યો હતો કે તેનો બાપ દારુડિયો હતો તેના લીધે નાનપણમાં તેને ઘણું સહન કરવું પડ્યું.

આ પણ વાંચો – દીકરા સામે કરોડપતિ બાપે 20 વર્ષ સુધી કર્યુ ગરીબીનું નાટક, જાણો કારણ

PIC – Social Media

Johnny Lever: બોલીવુડમાં ઘણાં એવા એક્ટર્સ છે જેણે પોતાનું બાળપણ ઘણા સંઘર્ષોમાં પસાર કર્યું છે. પરંતુ આમ છતા તમામ મુશ્કેલીઓને પાર પાડી પોતાના મહેનત અને વિશ્વાસ પર ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે. આજે અમે આપને એક એવા જ એક્ટર વિશે જણાવા જઈ રહ્યાં છીએ જેણે પોતાનું નાનપણ ભયના ઓથાર નીચે પસાર કર્યું. દરરોજ આ એક્ટરની નજર સામે હત્યાઓ થતી હતી. ત્યાં સુધી કે તેણે માત્ર 13 વર્ષની ઉંમરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પછી અચાનક તેની કિસ્મત પલટી અને તે બોલીવુડના ટોપ કોમેડિયન બની ગયા. ચાલો જાણીએ કોણ છે આ અભિનેતા?

આ એક્ટર બીજું કોઈ નહીં પણ બોલિવૂડના બેસ્ટ કોમેડિયનમાંથી એક જોની લીવર છે. પોતાના એક ઈન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો હતો કે જ્યારે તે નાના હતો ત્યારે તે દરરોજ હત્યાઓ જોતા હતા. અભિનેતાએ જણાવ્યું હતું કે તેણે ખૂબ જ નાની ઉંમરે દારૂ પીવાનું શરૂ કર્યું હતું. અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે તેના પિતાએ તેને દારૂ પીતા શીખવ્યું હતું.

જોનીએ 7માં પછી અભ્યાસ કેમ છોડી દીધો?

Mashable India સાથે વાત કરતી વખતે જોનીએ જણાવ્યું હતું કે તેણે 7મા પછી શાળા કેમ છોડી દીધી હતી. તેણે કહ્યું, “મારા પિતા આલ્કોહોલિક હતા, જેના કારણે તેમણે ક્યારેય અમારામાં ધ્યાન આપ્યું ન હતું, પરંતુ મારા મોટા કાકા હતા જેમણે અમારી ફી અને રાશનનો ખર્ચ ઉઠાવ્યો હતો. તેથી થોડા સમય પછી, હું ગુસ્સે થઈ ગયો અને શાળા છોડી દીધી.” જ્યારે હું શાળામાં હતો ત્યારે મને ખૂબ ગમતું હતું, હું બધાની નકલ કરતો હતો.”

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

જ્હોનીએ કહ્યું હતું કે, “મારા શિક્ષક પણ, મારી ક્લાસ ટીચર, દમયંતી ટીચર, ખૂબ જ પ્રેમાળ હતી. હું હજુ પણ તેની સાથે સંપર્કમાં છું. જ્યારે હું ગયો, ત્યારે તેઓએ વિદ્યાર્થીઓને મને બોલાવવા મોકલ્યા અને મને શાળામાં પાછા જોડાવા માટે મારી ફી અને કપડાં પણ આપવા માંગતા હતા,” તેણે કહ્યું કે એકવાર તેના પિતાએ તેને એવું કહીને દારુ પીવડાવી દીધો કે, પી જા પેટ સાફ થઈ જશે.

પિતાથી કંટાળીને તેણે 13 વર્ષની ઉંમરે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો

BearBiceps સાથે વાત કરતા, જોનીએ ખુલાસો કર્યો હતો કે તેણે એકવાર તેના પિતાની દારૂની લતને કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.જોનીએ કહ્યું હતું કે, “મેં બાળપણમાં પડકારોનો સામનો કર્યો હતો. મારે મારા પરિવારનું ધ્યાન રાખવાનું હતું. જો હું કામ કરું તો જ મને ભોજન મળશે. મારા પિતા દારૂ પીતા હતા અને તેઓ શું કરી રહ્યા હતા તે જાણતા ન હતા. તે ઉપદ્રવ સર્જતો હતો. ઘણી વખત તો મેં તેના પર હથિયારો ફેંકી દીધા હતા . તેણે કહ્યું હતું કે, “13 વર્ષની ઉંમરે હું આત્મહત્યા કરવા માટે રેલવે ટ્રેક પર ગયો હતો. હું મારા પિતાથી કંટાળી ગયો હતો. તેથી હું ટ્રેક પર ગયો અને ટ્રેન આવી રહી હતી. એકાએક મારી નજર સામે મારી ત્રણ નાની બહેનોના ચહેરા આવી ગયા, ‘આપણું શું થશે?’ અને હું તરત જ પાટા પરથી ઉતરી ગયો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રોજ નજર સામે હત્યાઓ થતી

તેણે એવો પણ ખુલાસો કર્યો હતો કે તેણે બાળપણમાં હત્યાઓ પણ જોઈ હતી. જોનીએ કહ્યું હતું કે, “હું ત્રીજા વર્ગમાં હતો અને શાળાએ જતો હતો. તે સમયે મારી ઉંમર 7 વર્ષની હોવી જોઈએ. કોઈએ તેની હત્યા કરી ફેંકી દીધી હતી. મને આ વસ્તુઓ વિશે વાત કરવાનું પસંદ નથી પણ મેં આ બધું જોયું છે.

આ રીતે મેં ફિલ્મોમાં પ્રવેશ કર્યો

જોની લીવર શરૂઆતથી જ કોમેડી સાથે મિમિક્રી પણ કરતો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે કરી હતી, જેના કારણે તે સ્ટેજ શો પણ કરતો હતો. આવા જ એક સ્ટેજ શો દરમિયાન સુનીલ દત્તની નજર તેના પર પડી. તેણે જોની લીવરને પહેલો બ્રેક ફિલ્મ ‘દર્દ કા રિશ્તા’માં આપ્યો, ત્યારપછી જોની લીવરે ક્યારેય પાછું વળીને જોયું નથી અને આજે એક ચૌલમાં રહેતા જોની લીવર પાસે પૈસા, સંપત્તિ અને ખ્યાતિ બધું જ છે.