ના બોલવાના ના ગુણ તો શું બોલવામાં ગુણ નથી?

Spread the love

Shivangee R Khabri Media Gujarat

બોલે એના બોર વહેંચાય?” આ બાબતમાં ઉમેરો કરવા માટે, યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં બોલવું જરૂરી છે. બોલવાના વિષય પર આપણી વાતો એકબીજાથી વિરોધાભાસી છે. એક કહેવત છે કે “ના બોલ્યામાં નવ ગુણ“. બીજી કહેવત કહે છે “ભેંસ આગળ ભાગવત“. ત્રીજો કહે છે, “બોલે એનાં બોર વેચાય” અને હું કહું છું “બોર વહેંચવું હોય એટલું જ બોલવું અને જેને બોર વહેંચવા હોય એને જ બોલવું”

બોલવું અને સાંભળવું એ મોટાભાગે એકબીજા (વક્તા અને શ્રોતા) ની પરસ્પર જરૂરિયાત પર આધાર રાખે છે. જ્યારે આપણે ડૉક્ટરની સલાહ લઈએ છીએ, ત્યારે આપણે કેટલી ધ્યાનપૂર્વક સાંભળીએ છીએ?! જો તે જ ડૉક્ટર જાહેરમાં પ્રવચન આપે છે, તો લગભગ કોઈ તેના પર ધ્યાન આપશે નહીં. ઘણા લોકો કહેતા રહે છે કે ‘આ ન કરો’, ‘આવું ન કરો’! છતાં કોઈ નોંધ લેતું નથી! તમે જાણતા હશો કે કોઈપણ પ્રકારના તમાકુના ઉત્પાદનો પર લખેલું હોય છે, “તમાકુ પીડાદાયક મૃત્યુનું કારણ બને છે.”

આ હકીકત હોવાં છતાં તમાકુ ખાનારાઓની સંખ્યા રાતદિવસ વધતી જ જાય છે! ગમે એટલો ટેક્સ લાગુ પડે તો પણ વધે છે! તમાકુ નિષેધનાં બરાડા ખરેખર કોણ સાંભળે છે!??

પરંતુ, કોઈને એનાંથી કેન્સર detect થાય તો એ વ્યક્તિ અને સગાવહાલા સાવધ થઈ જશે! ધ્યાન આપશે!

જેને તમારી જરૂર છે એને જ કશુંક કહો. જે લોકો તમારાં અવાજને બરાડા સમજે છે, એની સમક્ષ કશું ના બોલો. ત્યારે પેલી કહેવત વધુ કામની છેઃ ન બોલ્યામાં નવ ગુણ.

જ્યારે કોઈને સન્માનિત કરવામાં આવે છે ત્યારે એવું જરૂરી નથી કે જે વ્યક્તિને સન્માનિત કરવામાં આવે છે તેની તમામ માહિતી દરેકને હોય. આવા સમયે બોલવું પડે છે અને મોટાભાગે આવા કાર્યક્રમોમાં નિર્ધારિત સમય કરતાં વધુ સમય લાગે છે. દરેક વક્તા, ‘પૌત્રો અન્ય વક્તા કરતાં વધુ જાણે છે’ એ કહેવત સાથે સ્પર્ધા કરવા માટે, સ્થળ, સમય, હાજરી ભૂલી જાય છે અને વધુ બોલે છે. જેમ જાહેરમાં બોલવા માટે કોચિંગ ક્લાસ છે, ‘તમારી ઇચ્છા મુજબ આવા નિવેદનો ન કરો’