બ્રેકિંગ ન્યૂઝ : ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 80 રનમાં ઓલઆઉટ

Spread the love

બુધવારે મુંબઈમાં રમાયેલી પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી. તે શ્રેણીમાં 1-0થી આગળ છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જશે તો સિરીઝ હારી જશે. આવી સ્થિતિમાં ટીમની નજર હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં વાપસી પર છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શનિવારે ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચમાં છે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની કેપ્ટન હીથર નાઈટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા 16.2 ઓવરમાં 80 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડને જીતવા માટે 81 રનનો ટાર્ગેટ મળ્યો છે.

ભારત તરફથી જેમિમાહ રોડ્રિગ્ઝે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ચાર્લી ડીન, લોરેન બેલ, સોફી એક્લેસ્ટોન અને સારાહ ગ્લેને બે-બે વિકેટ લીધી હતી. આજની મેચમાં હાર સાથે ભારતીય ટીમ ટી-20 શ્રેણી ગુમાવશે. ભારતીય ટીમ આજની મેચ જીતવાના ઈરાદા સાથે બીજા દાવમાં આક્રમક રીતે રમશે.