Surat Mass Suicide Case : પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો

Spread the love

Surat Mass Suicide Case : સુરતમાં સામુહિક આત્મહત્યા કેસમાં મોટી અપડેટ સામે આવી છે. જેમાં ઘરના મોભી મૃત મનિષ સોલંકી સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. અઠવાડિયા પહેલા સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોની આત્મહત્યાને લઈ સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્યારે હવે આ કેસમાં નવો જ વળાંક આવ્યો છે.

આ પણ વાંચો : 12 રાશિચક્રની સૌથી સચોટ રાશિફળ

ગુજરાત જ નહિ સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર સુરત આત્મહત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે. અડાજણમાં રહેતા અને ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલા મનિષ સોલંકીએ પત્ની, બાળકો અને માતા પિતાને મોતને ઘાટ ઉતારી પોતે આત્મહત્યા કરી લીધી હતી.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

ઘરના સભ્યોને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યા

પીએમના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મનિષે પત્ની, પિતા, બે બાળકોને ઉધઈ મારવાની ઝેરી દવા પીવડાવી હત્યા કરી હતી. જેથી મનિષ વિરુદ્ધ અડાજણ પોલીસે ઈપીકો કલમ 302 હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. તેમજ બનાવમાં પોલીસ અધિકારીને ફરિયાદી બનાવવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : ધનતેરસ-દિવાળી પર આપણે કુબેરની પૂજા શા માટે કરવી જોઈએ? ચમત્કારિક મંત્ર જાણો

જાણો શું હતી સમગ્ર ઘટના

સુરતના અડાજણમાં સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટ સી-2માં રહેતા મનિષ સોલંકીએ પરિવારના છ સભ્યો સાથે આત્મહત્યા કરી લીધી હતી. 37 વર્ષીય મનિષ ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં તેને બે પાનાની સ્યુસાઇડ નોટ મળી હતી. સ્યુસાઇડ નોટમાં આપેલા રૂપિયા પરત નહિ આવ્યાનો ઉલ્લેખ કરાયો હતો. પરંતું કોઈના નામ લખવામાં આવ્યાં નહોતો. બનાવને પગલે પોલીસે એસઆઈટીની રચના કરી તપાસનો ધમધામટ શરૂ કર્યો હતો.