કામધેનુ યુનિવર્સિટીમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, બેડમિન્ટન, ટેબલ ટેનીસ, ચેસ અને કેરમ જેવી

Junagadh: કામધેનુ યુનિવર્સિટી ખાતે સ્ટાફ ટુર્નામેન્ટ 2023ની કરવામાં આવી ઉજવણી

Spread the love

Junagadh: જૂનાગઢમાં ગુજરાત રાજ્યમાં ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટી વર્ષ 2021થી (Kamdhenu University Junagadh) કાર્યરત છે. આ યુનિવર્સિટી અંતર્ગત વેટરનરી, ફિશરીઝ અને ડેરી સાયન્સ કોલેજ અને પોલીટેકનીક અભ્યાસક્રમનો સમાવેશ કરવામાંઆવે છે. મુખ્ય મથક ગાંધીનગર તેમ જ દાંતીવાડા, નવસારી, આણંદ, જૂનાગઢ, હિમતનગર, અમરેલી, વેરાવળ જેવા ગુજરાતનાં જુદા-જુદા વિસ્તારોમાં કામધેનુ યુનિવર્સિટીની સંસ્થાઓ કાર્યરત છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ કામધેનુ યુનિવર્સિટીમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, બેડમિન્ટન, ટેબલ ટેનીસ, ચેસ અને કેરમ જેવી સ્પર્ધાઓનું પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢનાં યજમાન પદે આયોજન કરવામાં આવ્યુ હતુ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ક્રિકેટ સ્પર્ધામાં વેટરનરી કોલેજ હિમતનગરની ટીમ, બેડમિન્ટમાં આકાશ સોલંકી – અમરેલી, ડૉ. અનીલ ચૌધરી-મહેસાણા, ટેબલ ટેનીસ સ્પર્ધા ડૉ. એ.બી. ઓડેદરા અને ડૉ. વી.વી. ગામીત વેટરનરી કોલેજ – જૂનાગઢ, ચેસ સ્પર્ધા – ડૉ. અંકિત કચ્છી, નોબલ પોલીટેકનીક, જૂનાગઢ કેરમ સ્પર્ધા – ડૉ. અંશુ અહલાવત, વેટરનરી કોલેજ, આણંદ પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયા હતા. ચેસ, કેરમ, બેડમિન્ટ અને ટેબલ ટેનીસ મહિલા સ્પર્ધામાં ડૉ. કે. સી. ગામીત તમામ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વેટરનરી કોલેજ, જૂનાગઢનું નામ રોશન કર્યુ હતુ.

આ પણ વાંચો: કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી નિવારણ અંગે યોજાઈ જાગૃતી શિબિર

સ્પર્ધાને અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવશે. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે ડૉ. પી.એચ. ટાંક, આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના માર્ગદર્શન હેઠળ ડૉ. દીન દયાળ ગર્ગ અને ડૉ. આર. જે. પડોદરાએ જહેમત ઉઠાવી હતી.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.