જય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ, વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે

Dhoraji: ધોરાજીમાં 10 જાન્યુઆરીએ યોજાશે સેવાસેતુ કાર્યક્રમ

Spread the love

Dhoraji: રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ, વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ, તાલુકા કક્ષાએ સરકાર દ્વારા “સેવા સેતુ કાર્યક્રમ” યોજાય છે. જેના નવમા તબક્કા અન્વયે તા. 10 જાન્યુઆરી, 2024 ને બુધવારના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના શહેરી વિસ્તાર માટે “સેવા સેતુ કાર્યક્રમ”નું અયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ ધોરાજીના વોર્ડ નં. 06 થી 09 ના નગરજનો સવારે 9થી સાંજના 5 કલાક સુધી લઈ શકશે.

આ પણ વાંચો: ગોંડલ ખાતે યોજાઇ સશક્ત દીકરી અને કુપોષણ અંગે જાગૃતિ રેલી

આ કાર્યક્રમમાં સરકારના 13 જેટલા વિભાગોની વિવિધ 56 જેટલી યોજનાકીય સેવાઓ એક જ સ્થળે નગરજનોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે. અરજદારોને તેમની અરજી તથા સંબંધિત આધાર પુરાવા માટેની તમામ સુવિધા સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વિવિધ સેવાઓનો લાભ લેવા માટે આધાર પુરાવા સાથે અરજદારે હાજર રહેવાનું રહેશે. અરજદારોની વ્યક્તિગત અરજીઓના યોગ્ય નિકાલ માટે ધોરાજી નગરપાલિકાની વિવિધ કચેરીનાં અધિકારીઓ તેમના પ્રતિનિધિ સાથે હાજર રહેશે. જેનો લાભાર્થીઓએ લાભ લેવા વહીવટીતંત્ર વતી ધોરાજી નગરપાલિકા ચીફ ઓફિસર જયમલ વી. મોઢવાડીયાએ અનુરોધ કર્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.