ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 31મો વાર્ષિક રમતોત્સવ વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો

રાજકોટ એસ.ટી. વિભાગની ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન, વાર્ષિક રમતોત્સવમાં મેળવ્યાં 14 એવોર્ડ

Spread the love

Rajkot: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 31મો વાર્ષિક રમતોત્સવ વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર એસ.ટી. નિગમમાંથી જુનાગઢ, ભુજ, મધ્યસ્થ યંત્રાલય, મધ્યસ્થ કચેરી, નડિયાદ, વલસાડ, હિંમતનગર, ગોધરા વગેરે વિભાગોની કુલ 18 ટીમોએ ભાગ લીધો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ વાર્ષિક રમતોત્સવમાં રાજકોટ એસટીની ટીમ મહત્તમ પોઇન્ટ (42) સાથે પ્રથમ સ્થાન મેળવી રમત ગમત ક્ષેત્રે નિગમમાં પ્રથમ ક્રમાંકે આવેલ છે. આ ઉપરાંત રાજકોટ વિભાગને ખેલાડીઓની વર્તણૂકને ધ્યાને લઇ ‘ફેર પ્લે એવોર્ડ’ અને રાજકોટ વિભાગના કન્ડક્ટર અજય મકવાણાને બેસ્ટ પ્લેયરનો એવોર્ડ પણ મળેલ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કબ્બડી, ડિસ્ક થ્રો, ચેસ 800 મીટર દોડ રમતોમાં રાજકોટ વિભાગ પ્રથમ ક્રમે તેમજ 100, 200 મીટર દોડ, બેડમિન્ટન પુરુષ સિંગલ, ટેબલ ટેનિસ મહિલા સિંગલ અને ડબલમાં દ્વિતીય ક્રમે તથા 400 મીટર દોડમાં તૃતિય ક્રમે વિજેતા થયેલ છે.

આ પણ વાંચો: ઉપરકોટમાં યોજાઈ જૂનાગઢ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા

કુલ 14 એવોર્ડ મેળવી ટીમ રાજકોટ GSRTCએ વાર્ષિક રમતોત્સવમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કરેલ છે.

જી.એસ.આર.ટી.સી રાજકોટ ના વિભાગીય નિયામક જે.બી. કરોતરા તથા સીનીયર લેબર ઓફીસર ડી.યુ.વાઘેલાએ રાજકોટ એસ. ટી. વિભાગના તમામ ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ શુભેચ્છાઓ પાઠવેલ છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.