ગામના રસ્તાની મરામત, નાના બ્રીજોની કામગીરી, આંગણવાડીઓનું આધુનિકરણ, શ્રેષ્ઠ આરોગ્યની સુવિધાઓ ગ્રામજનોને મળે તેના માટે એક્શન પ્લાન બનાવવા તથા ગામોના સર્વાંગી વિકાસ થાય તે રીતે કામગીરી કરવા અંગે સૂચનો અપાયા

Rajkot: સાંસદ આદર્શ ગ્રામ યોજનાની જિલ્લા કક્ષા સમિતિની યોજાઈ બેઠક

Spread the love

Dinesh Rathod, Khabri Gujarat
Rajkot: સાંસદ આદર્શ ગ્રામ યોજના (MP Adarsh Gram Yojana)ની રાજકોટ જિલ્લા કક્ષા સમિતિની બેઠક સાંસદ રામભાઈ મોકારીયા અને કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત જિલ્લાના લાઠ અને કણકોટ સહિતના ગામોના વિકાસ સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં ગામોના સુયોજીત વિકાસના પ્રગતિ હેઠળના કામો નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે સાંસદ અને કલેકટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી.

આ ઉપરાંત ગામના રસ્તાની મરામત, નાના બ્રીજોની કામગીરી, આંગણવાડીઓનું આધુનિકરણ, શ્રેષ્ઠ આરોગ્યની સુવિધાઓ ગ્રામજનોને મળે તેના માટે એક્શન પ્લાન બનાવવા તથા ગામોના સર્વાંગી વિકાસ થાય તે રીતે કામગીરી કરવા અંગે સૂચનો અપાયા હતા.

આ પણ વાંચો: Rajkot: ઘર બેઠા મેળવી શકશો આયુષ્માન કાર્ડ, જિલ્લામાં ઇસ્યુ કરાયા 12 લાખથી વધુ કાર્ડ

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકાર દેવ ચૌધરી, ડી.આર.ડી.એ.ના નિયામક આર.એસ. ઠુમ્મર, પ્રાંત અધિકારી સંદીપ વર્મા, જે.એન લીખીયા, કે.જી. ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાઠોડ, જિલ્લા આયોજન અધિકારી જે.બી.વાઘમસી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેશ નાકિયા, આઇ.સી. ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથજી, મામલતદારો અને ચીફ ઓફિસર્સ, સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.