રાજકોટ: પારડી ખાતે રૂ. 81 લાખના ખર્ચે નવનિર્મિત પી.એચ.સી સેન્ટરને ખુલ્લુ મુકતા મંત્રી ભાનુબેન બાબરીયા, 10 ગામોના 23,000થી વધુ લોકોને આરોગ્યની આધુનિક સુવિધા મળશે.

Rajkot: 81 લાખના ખર્ચે નવનિર્મિત પી.એચ.સી સેન્ટરને ખુલ્લુ મુકતા મંત્રી ભાનુબેન બાબરીયા

Spread the love

Rajkot: છેવાડાના માનવીને આરોગ્યની ઉત્તમ સુવિધા મળી રહે તે માટે પ્રતિબંધ રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે શાપર પાસે પારડી ગામમાં રૂ. 81 લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ધારાસભ્યો રમેશ ટીલાળા, દર્ષિતા શાહની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને તકતી અનાવરણ સાથે મંત્રીએ આરોગ્ય કેન્દ્રના વિવિધ વિભાગોની મુલાકાત લઇ ઉપલબ્ધ સેવાઓની માહિતી મેળવી હતી.

આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. જેમાં બીપી, ડાયાબિટીસ સહિતની સામાન્ય રોગોની અને કેન્સર સ્ક્રીનીંગની તપાસ તેમજ પ્રસૂતા વિભાગ,લેબોરેટરી, મમતા ક્લિનિક, ઓપરેશન થિયેટર, મહિલા અને પુરુષ વોર્ડની વ્યવસ્થા છે. તેમજ કેન્દ્રમાં પી.એમ.જે.વાય કાર્ડ દર્દીઓ માટે સ્થળ પર જ કાઢી આપવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કેન્દ્ર ખાતે કેસ, દવા બારી સહિતની તમામ અતિ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે આસપાસના 10 ગામોના 23,000થી વધુ લોકોને આરોગ્યની આધુનિક સુવિધા ઉપલબ્ધ બનશે.

આ પણ વાંચો: ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધામાં 300 સ્પર્ધકોએ લીધો ભાગ

આ લોકાર્પણ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠીયા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, આસિસ્ટન્ટ કલેક્ટર દેવાહુતી, સી.ડી એચઑ દો. નિલેશ રાઠોડ, મેડિકલ ઓફિસર જ્યોતિ પટેલ, આયુષ મેડિકલ ઓફિસર કૃષ્ણા બકરાળિયા, આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન ઠુમર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યઓ, આઇ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથજી, તબીબો, મેડિકલ સ્ટાફ સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.