કલેકટર કચેરીના સભાખંડમાં લીડબેંક એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાનીમાં અને નિવાસી અધિક કલેકટર પી.જી.પટેલની અધ્યક્ષતામાં ત્રિમાસિક સમયગાળાની ડી.એમ.સી , ડી.એલ.સી.સી અને ડી એલ આર સીની બેઠક મળી હતી.

Junagadh: જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની 22 બેંકોના અધિકારીઓની યોજાઈ ત્રિમાસિક બેઠક

Spread the love

Junagadh: કલેકટર કચેરીના સભાખંડમાં લીડબેંક એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાનીમાં અને નિવાસી અધિક કલેકટર પી.જી.પટેલની અધ્યક્ષતામાં ત્રિમાસિક સમયગાળાની ડી.એમ.સી , ડી.એલ.સી.સી અને ડી.એલ.આર.સીની બેઠક મળી હતી.

બેઠકમાં સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જનધન યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, જીવન જ્યોત વીમા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, વાજપેયી બેન્કેબલ યોજના, પ્રધાનમંત્રી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ યોજના, સહિતની વિવિધ યોજનાઓમાં નાણાકીય ધિરાણ કરતી બાબતોને લક્ષમાં રાખીને બેંકો સાથે થયેલ કામગીરી સમીક્ષા અને મૂલ્યાંકન સંદર્ભે ત્રિમાસિક સમયગાળાની બેઠક યોજવામાં આવી હતી. તેમજ એફપીઓની પ્રોગ્રેસ સમીક્ષા, ત્રીમાસીક 14 એફપીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ બેઠકમાં લીડ બેંકના મેનેજર ગણપત રાઠવાએ બેંકો દ્વારા એચીવ કરેલ લક્ષ્યાંકોની વિગતો આપી હતી. તેમજ જૂનાગઢ જિલ્લામાં બેંકો દ્વારા ત્રિમાસિક સમયગાળા દરમિયાન 624 કરોડ રૂપિયાની ડિપોઝિટ થઈ હોવાનું અને 652 કરોડ લોન લક્ષિત હોવાની વાત રજૂ કરી હતી.

આ પણ વાંચો: સંસદમાં સુરક્ષાની ખામીને લઈને હંગામો, બંને ગૃહોના 15 સાંસદો સસ્પેન્ડ

કૃષિ ક્ષેત્રે 207 કરોડનું ધિરાણ નિશ્ચિત કરાયું હતું. જનધન યોજનામાં 8638 નવા એકાઉન્ટ ખોલાયા. જૂનાગઢ જિલ્લામાં અલગ અલગ ક્ષેત્રની 22 જેટલી બેંકો પોતાની બ્રાન્ચો કાર્યરત કરીને સેવારત છે. ત્યારે સરકારની ગ્રામીણ ક્ષેત્રે યોજનાઓની અમલવારી સુચારુ રીતે અમલીકરણ થાય તે દિશામાં અધિક નિવાસી કલેકટર પી.જી. પટેલે બેન્ક અધિકારીઓને જરૂરી નિર્દેશો કર્યા હતા. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા અન્ય બેંકોની તુલનામાં સરકારની કલ્યાણકારી યોજનાના ધિરાણ ક્ષેત્રે અવલ સિદ્ધિ હાસલ કરી હોવાની વાત રજૂ કરાઈ હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ તકે વર્ષ 2024-25 વર્ષના પ્લાનીંગ બુકનું પણ વીમોચન કરવામાં આવ્યું હતુ.

આ તકે નાબાર્ડ યુનિટ મેનેજર કિરણ રાઊત દ્વારા FPOની કેપિટલ વધારો, અને પ્રાકૃતિક ખેતી સાથે એફપીઓના સંધાન વિષયે સમીક્ષા કરી હતી. આર સેટ્ટી નિયામક પ્રશાંત ગોહેલ, ,લીડબેંકના મેનેજર તથા અન્ય બેન્કના પ્રતિનિધિઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોંડલીયા, જિલ્લા પશુપાલન નિયામક વિરલ આહિર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી, સ્વસહાય જૂથ નાં મેનેજર રેખા અઘેરા, સહિત વિવિધ બેંકના મેનેજર આ બેઠકમાં ઉપસ્થિત રહી અને ત્રિમાસિક સમયગાળા દરમિયાન બેંકો દ્વારા થયેલ સિદ્ધિઓની વાત રજૂ કરવામાં આવી હતી. અને સરકારની કલ્યાણકારી યોજનાઓ આમ જનતા સુધી અંત્યોદય વ્યક્તિને લાભ મળી શકે તે દિશામાં બેંકો સક્ષમ રીતે આગળ વધી રહી હોવાની વાત રજૂ કરવામાં આવી હતી.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.