ક્યારેક માં બાપ પણ પોતાના સંતાન ને સમજવા માં ચૂકી જતા હોય છે.

Spread the love

Heart Touching story: Shivangee R Gujarat

“હાર્દિક બેટા! મેં તને કહ્યું હતું કે મારા અકાઉન્ટમાં પૈસા આપજે. પણ તે હજી પૈસા નથી આપ્યા” રુક્ષ્મણી જી એ આજે ફરીથી પોતાના દીકરા હાર્દિક ને ફોન કરીને કહ્યું.

“મમ્મી! મેં તમને કહ્યું હતું કે આજકાલ પૈસાની તંગી ચાલી રહી છે. હું મારો ખર્ચો પણ ઉધાર લઈને ચૂકવું છું. થોડાક દિવસો પછી મોકલી દઈશ.” આજે પણ હાર્દિકે રૂક્ષ્મણીજીને બહાનું આપ્યું.

“પાછલા એક મહિનાથી હાર્દિક પૈસા મોકલવા માટે રોજ બહાનું આપે છે. પણ હવે હું નહીં કહું ભલે ને પૈસા મોકલે કે ના મોકલે! પણ પૈસા માટે નહીં કહું તો મહેશજીની દવાઈ અને ઘર ખર્ચ કેવી રીતે ચલાવીશ.” એ વિચારીને રુક્ષ્મણીજી ની આંખ માં આંસુ આવી ગયા. ક્યારેક રુક્ષ્મણી જે વિચારતા હતા કે મારી આવી કેવી રીતે હોઈ શકે?

લગ્ન પહેલા એ જ દીકરો પોતાના મમ્મી પપ્પા માટે જાન લુટાવતો હતો. એવા તો કેટલા કિસ્સા સાંભળ્યા છે કે લગ્ન પછી વહુ દીકરાના વ્યવહાર બદલી જાય છે. પણ આજે તો વિશ્વાસ આવી ગયો.

થોડાક મહિના પહેલા ની જ વાત છે! એની વધારે આવક તો ના હતી. પણ મહેશ જી પોતાનું ઘર સંભાળી શકતા હતા. ચાર મહિના પહેલા એમનું ડાબું અંગ માં લખવા થઈ ગયો અને હવે એ કશું કરી શકતા ન હતા. મહેશજી ને જોવા માટે હાર્દિક એકલો જ આવ્યો હતો એની વહુ મોનિકા પણ ના હતી આવી.


બે ચાર દિવસ રોકાઈને થોડાક પૈસા હાથમાં આપીને ચાલ્યો ગયો. હાર્દિક અને મોનિકાની લવ મેરેજ હતી પરંતુ એને આ ઘર ગમતું ન હતું એટલે એ અહીં આવતી જ નહીં. ચાર મહિના વિતી ગયા પણ હાર્દિક ભાગે જ ફોન કરતો. રૂક્ષ્મણીજી હર રોજ ફોન કરીને એના હાલચાલ પૂછી લેતી. હાર્દિક ની ઈચ્છા થાય ત્યારે ફોન ઉપાડતો નહીંતર બહાનું કરી દેતો.

“મમ્મી! હું વ્યસ્ત હું છું. તમે ત્યાં નવરા બેઠા છો પણ મારે અહીં 50 કામ હોય છે.” એક દિવસ હાર્દિક ગુસ્સામાં બોલ્યો.

રૂક્ષ્મણી જી મોનિકા ને ફોન કર્યો અને કહ્યું, “વહુ, હાર્દિક ને તું જ કહેજે કે મને ફોન કરે એ તો મને ફોન કરતો નથી.” એટલું કહીને રુક્ષ્મણીજી રડવા લાગ્યા.

“મમ્મી, એ તમારા જેમ નવરા નથી બેસતા” એને ગુસ્સામાં ફોન કાપ્યો.

“જેના માટે આખી જિંદગી આપી દીધી. આજે એ લોકો માટે સમય નથી અને પૈસા પણ!” રુક્ષ્મણીજી ને ખબર હતી કે હાર્દિક બહાનું જ કરે છે કારણ કે અંતમાં એનો દીકરો હતો. અને પોતાની કિસ્મત રડતા હતા.

અહીં રુક્ષ્મણી જી ને ડોક્ટરે મહેશજી ની બોડી ચેકઅપ કરવા માટે કહ્યું હતું. પરંતુ રૂક્ષ્મણી જે પાસે પૈસા ના હતા. જે પૈસા બચાવ્યા હતા એ પણ પૂરા થઈ ગયા હતા.

“હાર્દિકના પપ્પા! કંઈક નિર્ણય તો લેવો જ પડશે.” રૂક્ષ્મણીજીએ રડતા રડતા કહ્યું.

“તારે જે નિર્ણય લેવો હોય તે લઈ શકે છે.” મહેશ જી એ જીભ ઠોઠવતા કહ્યું. એ બોલી શકતા ના હતા રુક્ષ્મણીજીની મજબૂરી સમજતા હતા.

રૂક્ષ્મણી જઈએ પોતાના નણંદ નણદોઈને બોલાવ્યા અને બધી વાત કહી.

“તમે કહો કે અમે શું કરીએ. પૈસા મોકલવાનું કહીએ છીએ તો એ બહાનું કરે છે. તો હું ઈચ્છું છું કે આ અમારું ઘર છે એને એક શરત પર વેચી દઈએ કે “જ્યાં સુધી અમે જીવે છે ત્યાં સુધી આ ઘરમાં એક રૂમ અમને રહેવા માટે આપવાનો બાકી આખું ઘર એનું થઈ જશે.”

“ભાભી, હાર્દિક તો કશું નહીં કહે ને?” નણંદ એ કહ્યું.

“દીદી, મારે તમારા ભાઈ નો ઈલાજ કરાવો સૌથી વધારે જરૂરી છે બીજું કઇ જરૂરી નથી. હું છેલ્લા બે મહિનાથી હાર્દિકના બહાના સાંભળું છું. રેસ્ટોરન્ટમાં જમવા માટે પાર્ટી કરવા માટે પૈસા છે પણ મમ્મી પપ્પાને આપવા માટે પૈસા નથી. મેં નિર્ણય લઈ લીધો છે કે હું આ ઘર સારા વ્યક્તિને વેચી નાખીશ. દસ્તાવેજ પણ વ્યવસ્થિત કરાવીશ. હવે હું ધોખો નહીં ખાઈ શકું.”

“ભાભી, તમે જાણો છો કે મારા દેરને ત્રણ દીકરીઓ છે. એ અહીં જ ઘર લેવા ઈચ્છે છે. એને આપણા જેવું મોટું ઘર જ જોઈએ છીએ. તમે કહો તો હું એમને વાત કરું. એની દીકરીઓ તમને મદદ પણ કરશે.”

“દીદી, હું તૈયાર છું. છોકરીઓ અમને મદદ પણ કરશે અને પોતાના લોકો વિશે તો રહેવાની મજા પણ આવશે. રૂક્ષ્મણી જી એ દિલ પર પથ્થર રાખીને નિર્ણય લઈ લીધું કારણ કે દીકરા ને જવાબ આપવો હતો. સૌથી મોટો ઉદ્દેશ્ય મહેશજીનો ઈલાજ કરવા નો હતો.
એક દિવસ અચાનક હાર્દિક ઘરે આવ્યો. દાઢી વધી ગઈ હતી અને મેલા ઘેલા કપડાં પહેર્યા હતા.

અચાનક હાર્દિક ને જોઈને રુક્ષ્મણી જી ને આશ્ચર્ય થયું. અને કહ્યું “તું આમ?”

“હા, મમ્મી કેમ છે?”

READ: તમારા અંતર માં રહેતા રાવણનું દહન

“તને આમ જોઈને હું કેવી હોઈ શકું?” એટલું કહીને રૂક્ષ્મણી જી રડતા હતા.
“તું ક્યાં હતો અને આવી હાલત કેમ થઈ ગઈ?”

“મમ્મી મારાથી ભૂલ થઈ ગઈ કે મેં તમને સાચું ના કીધું.” એટલું કહીને હાર્દિક રડતો હતો.
“રુક્ષ્મણી એ પૂછ્યું, “તે કઈ વાત છુપાવી?” હાર્દિક ને રડતા જોઈને એના મમ્મી ગભરાઈ ગયા.
“મમ્મી, ત્રણ મહિના પહેલા મારી નોકરી છૂટી ગઈ. મોનિકા તો પૈસાની લાલચ હતી એટલે એ મને મૂકીને ચાલી ગઈ. મેં એને સમજાવ્યું પણ એ ના માની.”

હાર્દિકની વાત સાંભળીને રૂક્ષ્મણી જી વધુ દુઃખી થઈ ગઈ. હાર્દિક ધીરે ધીરે બધી વાતો કહેતો હતો.

“પણ તારે મને પહેલા કહી દેવું હતું ને?” દીકરાની આવી હાલત જોઈને માં વધુ દુઃખી થઈ ગઈ.

“મમ્મી તમને કેવી રીતે કરી શકું? તમે પપ્પાના કારણે પહેલા જ એટલા ટેન્શનમાં હતા. મેં વિચાર્યું હતું હું બીજી નોકરી શોધી લઈશ પછી બધી વાત કહીશ પણ આટલા મહિના વીતી ગયા મને નોકરી ના મળી. મારે ખાલી હાથે તમારા પાસે આવવું પડ્યું.”

“અરે બેટા, મને એમ થયું કે તું પૈસા ના આપવા માટે બહાના કરે છે. સારું થયું હજી મેં ઘરના દસ્તાવેજ જ નથી કર્યા.”

“માં તમે શું કહો છો?” હાર્દિક એ આશ્ચર્ય થી પૂછ્યું. હવે આશ્ચર્યચકિત થવાની વારી હાર્દિકની હતી.

રુક્ષ્મણી જે બધી વાત એને કહ્યું.

“ભગવાન એ મને બચાવી લીધી. નહિતર હું પસ્તાવો થવાનો વારો આવત.” રૂક્ષ્મણીજી એ હાર્દિકને ગળે લગાવ્યો.

“મમ્મી, હું આ શહેરમાં નોકરી શોધી લઈશ તમારા સાથે જ રહીશ અને તમારું ધ્યાન રાખીશ.”

“હા, મારા દીકરા તું આવી ગયો છો તો બધું સારું થઈ જશે.” રુક્ષ્મણી જી એ કહ્યું.

“જો હાર્દિકના પપ્પા હાર્દિક આવી ગયો.” રુક્ષ્મણી જી હાર્દિક નો હાથ પકડીને મહેશજી પાસે લઈ ગઈ.

મહેશ જી બધી વાતો સાંભળી રહ્યા હતા. એ પણ રડતા હતા. એને હાર્દિક સામે જોયું અને તોતળી ભાષામાં કહ્યું, “રુક્ષ્મણી તારી પરવારીશમાં કોઈ કમી નથી. આપણા દીકરા થી તકદીર નારાજ હતી. હવે બધું સારું થઈ જશે.”

આજે રૂક્ષ્મણી જેને વિશ્વાસ આવી ગયો કે એની પરવરીશ માં ખામી ના હતી.