મહિલાઓ પર વિવાદિત નિવેદન બાદ નિતિશ કુમારે માંગી માફી, કહ્યું…

Spread the love

Jagdish, Khabri Media Gujarat

બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે વિધાનસભામાં સેક્સ એજ્યુકેશનને લઈ આપેલા પોતાના ભાષણમાં કહ્યું, કે મેં તો મહિલાઓના શિક્ષણની વાત કરી હતી. મેં એમ જ કહ્યું હતુ, જો કોઈને દુ:ખ થયું હોય તો માફી માંગુ છું. ત્યાર બાદ સીએમ નિતિશ કુમારે વિધાનસભામાં માફી પણ માંગી છે.

આ પણ વાંચો : Porbandar : શિક્ષણજગતને લાંછન લગાડતો કિસ્સો, શિક્ષકે સગીરાને…

વિધાનસભામાં નિતિશ કુમારે કહ્યું, કે અમે મહિલાઓના શિક્ષણ પર જોર આપીએ છીએ. જો મારી કોઈ વાતથી તકલીફ થઈ હોય, તો હું મારા શબ્દો પાછા લઉં છું. હું મારી પોતાની નિંદા કરુ છું. હું મારા નિવેદનને લઈ દુ:ખ વ્યક્ત કરું છું. જ્યારે વિપક્ષી ધારાસભ્યોએ આ દરમિયાન સદનમાં ભારે ઉહાપોહ મચાવ્યો હતો.

વિધાનસભામાં સીએમ નિતિશ કુમારે શું કહ્યું?

સીએમ નિતિશ કુમારે કહ્યું, સૌની સહમતીથી ગઈ કાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે. અમે લોકો મહિલાઓના શિક્ષણ પર કેટલું ધ્યાન આપી રહ્યાં છીએ. જો છોકરી ભણેલ છે તો પ્રજનન દર 2 ટકા છે. છોકરીઓ એટલુ વધુ ભણી છે તો અમે આ વિશે કહ્યું. જો મારી વાતથી કોઈને તકલીફ થઈ હોય, તો હું મારા શબ્દો પાછા લઉં છું. હું પોતાની નિંદા કરું છું. પોતાના પર શરમ અનુભવું છુ. દુ:ખ વ્યક્ત કરું છું.

શું હતી સમગ્ર ઘટના?

મંગળવારે બિહાર વિધાનસભામાં બોલતા નિતિશ કુમારે જનસંખ્યા નિયંત્રણ સિદ્ધાંત સમજાવ્યો હતો. તેનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ શેઅર થઈ રહ્યો છે. જ્યારે તેઓ નિવેદન આપે છે, ત્યારે વિધાનસભા સદસ્યોના હસવાનો અવાજ સંભળાઈ રહ્યો છે. પરંતું સીએમના નિવેદન પર ત્યાં બેઠલી મહિલા મંત્રી અસહજ જોવા મળે છે. નિતિશે જાતિ સર્વેક્ષણ પર વિસ્તારથી જણાવ્યું, કે મહિલાઓના શિક્ષણે રાજ્યમાં જનસંખ્યાને નિયંત્રિત કરવામાં મદદ કરી છે. પરંતું જ્યારે તેઓએ આ મુદ્દે વિસ્તારથી બોલવાનું શરૂ કર્યું. તો બધા હેરાન થઈ ગયા.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

નિતિશ કુમારે કહ્યું, “લગ્ન બાદ પુરુષ પત્નીને યૌનસંબંધ બાંધવાનું કહે છે. પરંતું અમે બિહારમાં જ્યારથી મહિલાઓને શિક્ષત કરવાનું શરૂ કર્યું છે, તે યોગ્ય સમયે પોતિને યૌનસંબંધ બાંધતા રોકી દે છે. જેના કારણે બિહારની જનસંખ્યા અંકુશમાં છે.”