વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલા લાખનો વાપરે છે ફોન એક તસવીરે ખોલ્યુ કિંમતનું રહસ્ય

Spread the love

ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હોવો જોઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયો ફોન વાપરે છે, જોકે તેનો જવાબ કદાચ વડાપ્રધાનની નજીકના લોકો પાસે જ હશે. જો કે એક તસવીરે વડાપ્રધાનના આ રહસ્ય પરથી પડદો ઉંચક્યો છે.

જો કે એક તસવીરે વડાપ્રધાનના આ રહસ્ય પરથી પડદો ઉંચક્યો છે.યુએઈમાં આયોજિત વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ (COP28)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા, જ્યાં દુનિયાભરના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટલીના PM જોર્જિયા મેલોનીની સેલ્ફી સામે આવી હતી. બે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.

પહેલી તસવીર ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.બીજી તસવીરમાં પીએમ મોદી અને પીએમ મેલોની સેલ્ફી લેતા જોવા મળે છે.

બીજી તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં એક ફોન દેખાય છે. જે એપલનો પ્રીમિયમ હેન્ડસેટ હોવાનું જણાય છે. આ સફેદ રંગનો ફોન iPhone 15 Pro Max હોઈ શકે છે. જો કે, તે iPhone 14 Pro Max હોવાની પણ સંભાવના છે. બંને ફોનની ડિઝાઇનમાં બહુ ફરક નથી, જેના કારણે તેનો અંદાજ લગાવવો થોડો મુશ્કેલ છે. iPhone 15 Pro Maxની કિંમત 1,59,900 રૂપિયાથી શરૂ થાય છે.