Rajkot News: રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ના સુચારૂ આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. આ યાત્રા સમગ્ર દેશમાં 15 નવેમ્બરથી 26 જાન્યુઆરી દરમિયાન યોજાશે.

Rajkot: રાજકોટમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન અંગેની બેઠક યોજાઈ

Spread the love

રાજકોટ શહેરના વિવિધ વોર્ડમાં સરકારની વિવિધ યોજનાના લાભો અપાશે

Dinesh Rathod, Khabri Gujarat
Rajkot News: રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના સુચારૂ આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. આ યાત્રા સમગ્ર દેશમાં 15 નવેમ્બરથી 26 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ અન્વયે રાજકોટ શહેરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો શુભારંભ કરવામાં આવશે.

જેમાં સરકારના છેલ્લા દસ વર્ષના વિકાસ કામો અંગે જાણકારી અપાશે. તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ મહાનુભાવો-અધિકારીઓના હસ્તે કરાશે. જે અંતર્ગત સ્થાનિક કક્ષાએ સમિતિની રચના, રથના રૂટ પર લોજીસ્ટિક્સની વ્યવસ્થા તેમજ યાત્રા માટે વ્યક્તિગત લાભાર્થીઓ યોજનાઓનો લાભ મળે તે અંગે આગોતરી તૈયારી વગેરેની સુચના મ્યુ. કમિનશનરે આપી હતી.

આ પણ વાંચો: મુન્દ્રામાં મીલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત કૃષિ મહોત્સવની કરવામાં આવી ઉજવણી

આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર અનિલ ધામેલીયા, ચેતન નંદાણી, લીડ બેંકના ઓફિસર નરેન્દ્ર સોલંકી, પ્રોજેકટ ઓફિસર કાશ્મીરા વાઢેર સહિતના સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.