મજબૂત પાસપોર્ટની યાદી જાહેર, જાણો કેટલામાં નંબરે છે ભારત?

Spread the love

World’s Most Powerful Passport: ક્યા દેશનો પાસપોર્ટ કેટલો મજબૂત છે તેની યાદી જાહેર થઈ ગઈ છે. આ યાદીમાં ફ્રાંસનો પાસપોર્ટ ટોપ પર છે. ભારત આ યાદીમાં નીચે આવી ગયું છે.

આ પણ વાંચો : ગુજરાતનો ખેડૂત હાઇટેક બન્યો: કૃષિ રાજ્ય મંત્રી

PIC – Social Media

World’s Most Powerful Passport: હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 (Henley Passport Index 2024)માં ફ્રાન્સનો પાસપોર્ટ સૌથી મજબૂત સાબિત થયો છે. આ ઈન્ડેક્સમાં ચીની પાસપોર્ટે ગત વર્ષની સરખામણીએ સારુ પ્રદર્શન કર્યું છે. ફ્રાન્સના પાસપોર્ટધારક 194 દેશોની વગર વિઝાએ પ્રવાસ કરી શકે છે. કોઈપણ દેશના પાસપોર્ટની મજબૂતીથી ખબર પડે છે કે તે એક સોફ્ટ પાવર રૂપે વિશ્વમાં કેટલો પ્રભાવ પાડે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતે આ વર્ષે ગત વર્ષ કરતા ખરાબ પ્રદર્શન કર્યું છે અને ભારતનો પાસપોર્ટ એક આંક નીચે 85માં ક્રમાંકે પહોંચી ગયો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

2024ના તાજેતરમાં જાહેર થયેલા હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં વિવિધ દેશોના પાસપોર્ટનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ભારત ગયા વર્ષ કરતાં એક સ્થાન નીચે ગયું છે. યાદીમાં ભારતીય પાસપોર્ટ 85માં સ્થાને છે, જ્યારે ફ્રેન્ચ પાસપોર્ટને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે અને ફ્રાન્સ ટોચ પર છે. એક મોટી વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે ઉભરી રહેલા ભારત માટે આ એક નિરાશાજનક આંકડો છે. પહેલા ભારત શક્તિશાળી પાસપોર્ટના મામલામાં 80માં સ્થાને હતું, પરંતુ હવે તે 85માં સ્થાને આવી ગયું છે. પાકિસ્તાનની વાત કરીએ તો તેનું રેન્કિંગ 106 પર યથાવત છે.

ભારતના પડોશી દેશોના પાસપોર્ટનું રેન્કિંગ

ભારતના પડોશી દેશોના પાસપોર્ટની વાત કરીએ તો, પાકિસ્તાન ગયા વર્ષની જેમ 106માં સ્થાને છે, જ્યારે બાંગ્લાદેશ 101માંથી 102માં ક્રમે આવી ગયું છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે માલદીવને ભારત કરતાં ઘણું સારું સ્થાન આપવામાં આવ્યું છે અને તેણે 58મું સ્થાન મેળવ્યું છે કારણ કે માલદીવના પાસપોર્ટ ધારકો 96 દેશોમાં વગર વિઝાએ મુસાફરીનો આનંદ માણે છે. પાડોશી દેશ પાકિસ્તાનનો પાસપોર્ટ દુનિયાનો ચોથો સૌથી નબળો પાસપોર્ટ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

ભારતીયો વગર વિઝાએ 62 દેશોમાં ફરી શકે છે

વિશ્વના વિવિધ દેશોના પાસપોર્ટની શક્તિને કેટલા દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રી મળે છે તેના આધારે માપવામાં આવે છે. આ રિપોર્ટ દર્શાવે છે કે ભારતીય પાસપોર્ટ ધારકો 62 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ મેળવી શકે છે. એટલે કે વિઝા વગર તે દેશોમાં ફરવા જઈ શકે છે. ભારતીય પાસપોર્ટ ધારકો જે દેશોમાં વિઝા ફ્રી એક્સેસ કરી શકે છે તેમાં ભૂટાન, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, બાર્બાડોસ, થાઇલેન્ડ, જોર્ડન, મલેશિયા, માલદીવ્સ, શ્રીલંકા, મોરેશિયસ અને ઇન્ડોનેશિયા વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : PM Modi આજે શિક્ષણ ક્ષેત્ર આપશે મોટી ભેટ

ફ્રાન્સ, ઇટાલી અને જર્મની ટોચ પર

સૌથી શક્તિશાળી પાસપોર્ટની વાત કરીએ તો, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેન રેન્કિંગમાં ટોચ પર છે. આ દેશોના પાસપોર્ટ ધારકો વિઝા વિના 194 દેશોની મુલાકાત લઈ શકે છે. ત્યાર પછી ફિનલેન્ડ, નેધરલેન્ડ્સ, સ્વીડન અને દક્ષિણ કોરિયાનો નંબર આવે છે. તેઓ 193 દેશોમાં વગર વિઝાએ પ્રવેશ કરી શકે છે. ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ, બ્રિટન અને લક્ઝમબર્ગના પાસપોર્ટ 192 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ સાથે સંયુક્ત ત્રીજા સ્થાને છે. જ્યારે, સૌથી નબળા પાસપોર્ટ ડોમિનિકા, હૈતી, માઇક્રોનેશિયા, કતાર, સેન્ટ વિન્સેન્ટ, ત્રિનિદાદ અને ટોબેગો અને વનુઆતુ તેમજ ઇરાક, સીરિયા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.