ભુજમાં યોજાનાર આયુષ મેળામાં નિ:શુલ્ક આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, કચ્છ જિલ્લામાં નવા બનેલા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ, આયુર્વેદની પંચકર્મ, રક્તમોક્ષણ જલૌકા વચારણ તથા અગ્નિકર્મ સારવાર, બાળકો માટે સુવર્ણપ્રાશન નિ:શુલ્ક આપવામાં આવશે. વનસ્પતિ પ્રદર્શન, દિનચર્યા-ઋતુચર્યા અંગેની માહિતી, વિવિધ આરોગ્યપ્રદ અને પૌષ્ટિક વાનગી પ્રદર્શન, યોગ નિર્દર્શન, બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ, આયુર્વેદની માહિતી આપતા પોસ્ટર-ફોટોગ્રાફ વીડિયો તથા પુસ્તકોના ભવ્ય પ્રદર્શનનું આયોજન કરાશે તેવું જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Kutch: ભુજમાં જિલ્લાકક્ષાનો યોજાશે આયુષ મેળો, જાણો ક્યારે

Spread the love

Dinesh Rathod, Gujarat, Khabri media

Kutch News: ભુજમાં યોજાનાર આયુષ મેળામાં નિ:શુલ્ક આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, કચ્છ જિલ્લામાં નવા બનેલા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ, આયુર્વેદની પંચકર્મ, રક્તમોક્ષણ જલૌકા વચારણ તથા અગ્નિકર્મ સારવાર, બાળકો માટે સુવર્ણપ્રાશન નિ:શુલ્ક આપવામાં આવશે. વનસ્પતિ પ્રદર્શન, દિનચર્યા-ઋતુચર્યા અંગેની માહિતી, વિવિધ આરોગ્યપ્રદ અને પૌષ્ટિક વાનગી પ્રદર્શન, યોગ નિર્દર્શન, બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ, આયુર્વેદની માહિતી આપતા પોસ્ટર-ફોટોગ્રાફ વીડિયો તથા પુસ્તકોના ભવ્ય પ્રદર્શનનું આયોજન કરાશે તેવું જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

મેળાના અધ્યક્ષ સ્થાને પ્રમુખ જિલ્લા પંચાયત જનકસિંહ બી. જાડેજા, મુખ્ય અતિથી તરીકે સાંસદ વિનોદભાઈ ચાવડા, અતિથી વિશેષ તરીકે ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, પ્રદ્યુમન સિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, અનિરુધ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, તાલુકા પંચાયત પ્રમુખવિનોદભાઇ વરસાણી, ભુજ પાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, કલેકટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: 5G ઈન્ટરનેટ સેવા પહોચશે હવે તમામ ગામોમાં, PMની જાહેરાત

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય, નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના સહકારથી જિલ્લા કક્ષાનો આયુષ મેળો તા 31/10/2023ના રોજ જિલ્લા પોલીસ તાલીમ ભવન, પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે સરપટ ગેટ પાસે સવારે 10 કલાકથી બપોરના 4 વાગ્યા સુધી યોજાશે.