જાણો શું છે? વાયુ પ્રદૂષણ પર અંકુશ લગાવતી ‘સ્ક્રબર’ ટેક્નોલોજી

Spread the love

Jagdish, Khabari Media Gujarat : વધતું જતું વાયુ પ્રદુષણ એક વૈશ્વિક મુદ્દો બની ગયો છે. ફેક્ટરીઓ અને વાહનોમાંથી નીકળતા ઝેરી ગેસના હિસાબે હવામાં સતત પ્રદુષણ વધી રહ્યું છે. જેના લીધે વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગ જેવી ખતરનાક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ત્યારે વાયુ પ્રદુષણને અટકાવી પીએમ મોદીના સ્વચ્છ ભારત મિશનને સાર્થક કરતી વાપીની એચએસ એન્જિટેક કંપનીએ અનોખી પહેલ કરી છે. ઉદ્યોગોમાંથી નિકળતા ધુમાડાથી વાયુ પ્રદુષણને વધતુ અટકાવવા વાપીની એન્જીનિયરિંગ કંપની ‘એસએચ એન્જીટેક’ દ્વારા અનોખા સ્ક્રબરની ફિલ્ટરેશન પદ્ધતિ વિકસાવવામાં આવી છે.

આ પણ વાંચો : Corona Update : ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું

પ્રદુષિત વાયુને ફિલ્ટર કરી રિસાયકલ કરે છે

ઔદ્યોગિક વિકાસને લીધે વાતાવરણાં વાયુ પ્રદુષણ વધ્યું છે. પ્લાસ્ટિક કે ઘન કચરાથી જમીન, પાણીનું પ્રદૂષણ થાય છે. વલસાડ જિલ્લામાં વાપી, ઉમરગામ, વલસાડ, પારડી તાલુકાઓની જીઆઇડીસીમાં વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે. જેના ધૂમાડાના કારણે વાયુ પ્રદૂષણ થવાની સંભાવનાઓ રહેલી છે. આ ધૂમાડાને કારણે થતાં વાયુ પ્રદૂષણને અટકાવવા માટે વાપીની એન્જીનિયરિંગ કંપની ‘એસએચ એન્જીટેક’ દ્વારા અનોખા સ્ક્રબરની ફિલ્ટરેશન પદ્ધતિ વિકસાવવામાં આવી છે. જેના કારણે વાયુ પ્રદૂષણ અટકશે એટલું જ નહીં પરંતુ કેમિકલયુક્ત ધૂમાડાના રિસાઈકલ દ્વારા કેમિકલનો ફરી ઉપયોગ પણ કરી શકાય છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

સ્વદેશી પ્રોક્ડક્ટ થકી આત્મનિર્ભર ભારત બનાવવામાં ફાળો આપે છે

એસએચ એન્જીટેક સ્વચ્છતાની સાથે સાથે આત્મનિર્ભર ભારત બનાવવામાં પણ ફાળો આપી રહી છે. તેઓ ગુજરાતની એકમાત્ર કંપની છે કે જેઓ સ્ક્રબરની ડિઝાઈનથી લઈ સંપૂર્ણ પ્રોડક્ટનું નિર્માણ અને ઈન્સ્ટોલેશન પણ કરે છે. સંપૂર્ણ ભારતમાં માત્ર બે થી ત્રણ એકમો આ કાર્ય કરે છે. પ્રોડક્ટની બનાવટમાં વપરાતા દરેક પાર્ટ્સ અને બીજી વસ્તુઓ ભારતીય બનાવટની જ વપરાશમાં લેવામાં આવે છે. સ્ક્રબરના ઉત્પાદનમાં નીકળતા કચરાનું પણ કંપનીમાં જ રિસાઈકલ કરી ફરી ઉપયોગમાં લઈ ઘન કચરા દ્વારા ફેલાતી ગંદકી ફેલાતી અટકાવી સ્વચ્છતા જાળવે છે. પ્રોડક્ટ નિર્માણમાં વાપરવામાં આવતી દરેક વસ્તુ રિસાઈકેબલ છે જેથી વાતવરણને કોઈ જ પ્રકારનું નુકશાન થતું નથી. પ્રોડક્ટનું નિર્માણ વાપીના કરાયા ખાતે કરવામાં આવે છે જેથી આશરે 180 થી વધુ વ્યક્તિઓને રોજગારી આપવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો : જાણો, 02 નવેમ્બરનો ઈતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

ભારત સાથે દેશ વિદેશમાં થાય છે પ્રોકક્ટનું ઈસ્ટોલેશન

એસએચ એન્જીટેકે વાઈબ્રન્ટ ગુજરાત હેઠળ વલસાડના વાપી ખાતે યોજાયેલા વાઈબ્રન્ટ વલસાડમાં પણ ભાગ લીધો હતો. તેમજ મેક ઈન ઈન્ડિયા અને આત્મા નિર્ભર ભારત દ્વારા પણ પ્રોત્સાહન મેળવ્યું છે. સંપૂર્ણ ભારતીય પ્રોડક્ટ હોવાથી દેશની જાણીતી ઈન્ડસ્ટ્રીઓમાં પણ પ્રોડક્ટનું ઈન્સ્ટોલેશન કર્યું છે અને હવે દરેક કંપની વાયુ પ્રદૂષણ ન ફેલાવે તેથી વધુ જગ્યાઓએ પણ પહોંચવાનું ધ્યેય છે. ભારતભરની સાથે સાથે દુનિયાભરમાં યુરોપ, સ્પેન, ઈટાલી, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા અને યુરોપિયન દેશોમાં પ્રોડક્ટની નિકાસ કરવામાં સફળતા મેળવી છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

સરકારની યોજનાઓથી બિઝનેસ કરવામાં લોકોને ઘણા લાભો થઈ રહ્યા છે. સાથે સાથે તેઓ પણ દેશ પ્રત્યે પોતાનું કર્તવ્ય સમજી દેશના વિકાસમાં અનેક રીતે સહભાગી પણ થઈ રહ્યા છે. સ્વચ્છતા જાળવવામાં અનોખી રીતે સહભાગી થઈ સ્વચ્છ ભારત મિશનમાં અનોખી રીતે પોતાનો ફાળો આપી સ્વચ્છ ભારત મિશનને સાર્થક કરી રહી છે.