જાણો, કેટલી સંપતિનો માલિક છે મુખ્તાર અંસારી

Spread the love

Mukhtar Ansari Net Worth : મુખ્તાર અંસારી પાસે કેટલુ સોનું હતુ? જાણો, માફિયા ડોન અંસારીની નેટ વર્થ, રિઅલ એસ્ટેટ બિઝનેસ અને નેટ વર્થ વિશે…

આ પણ વાંચો – મુખ્તાર અંસારીનું મોત અમારા માટે હોળી, જાણો કોણે કહ્યું આવું?

PIC – Social Media

Mukhtar Ansari Net Worth : 28 માર્ચે રાતે 10.30 વાગ્યાની આસપાસ પૂર્વાંચલના માફિયા ડોન મુખ્તાર અંસારીના નિધનના સમાચાર સામે આવ્યાં હતા. યુપીના બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીને ગુરુવારે રાતે હાર્ટ એટેક આવ્યા બાદ મેડિકલ કોલેજમાં એડમિટ કરવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોચે તે પહેલા જ તેનું નિધન થયુ હતુ. ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં જન્મેલા મુખ્તાર અંસારીનો એક સમયે ભારે રોફ હતો. મુખ્તારે પોતાની દબંગાઈ અને તાકાતના જોરે કરોડો રૂપિયાની ગેરકાનુની સંપતિ ભેગી કરી છે. આજે આપણે વાત કરીશુ મુખ્તાર અંસારીના બિઝનેસ, પ્રોપર્ટી અને નેટ વર્થ વિશે…

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

2014માં લોકસભા ચૂંટણીમાં રજૂ કરાયેલા સોગંધનામા અનુસાર મુખ્તાર અંસારી પાસે કુલ 18 કરોડની સંપતિ છે. જ્યારે 2017 વિધાનસભા ચૂંટણીમાં આપેલા સોગંધનામા અનુસાર તેના પરિવાર પાસે 72 લાખથી વધુનુ સોનુ છે. જ્યારે 20 કરોડથી વધુની રિઅલ એસ્ટેટ પ્રોપર્ટી છે. જો બેન્ક ડિપોઝિટ અને એલઆઈસીની વાત કરીએ, તો તેમાં કુલ 22 કરોડ રૂપિયા જમા છે.

પણ જાળવો, આ એ પ્રોપર્ટી છે જેની જાહેરાત ખુદ મુખ્તાર અંસારીએ કરી હતી. પરંતુ રિપોર્ટ્સ અનુસાર, તેની પાસે કરોડો રૂપિયાની બેનામી મિલકત છે. જેને ગેરકાનુની રીતે ઊભી કરવામાં આવી છે.

મુખ્તાર અંસારીનો સંબંધ ગાઝીપુરના એક પ્રતિષ્ઠિત રાજકીય કુટુંબ સાથે છે. મુખ્યારના દાદા કોંગ્રેસ અધ્યક્ષ અને સ્વતંત્રતા સેનાની હતા. આ માફિયા ડોન પર ઘણા ગુનાહિત કેસો દાખલ છે. રિપોર્ટ્સ અનુસાર યુપીમાં યોગી સરકારે મુખ્તારના 2100 કરોડ રૂપિયાના ગેરકાનુની બિઝનેસને બંધ કરાવ્યો હતો. તે સિવાય પોલીસ સતત તેની બેનામી મિલકતની શોધમાં જોડાયેલી છે. તેની 1200 કરોડની પ્રોપર્ટીમાંથી અડધી જપ્ત થઈ ચૂકી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મુખ્તાર અંસારી પાંચ વાર ધારાસભ્ય રહ્યાં છે. તેણે 3 વાર જેલમાં રહીને ચૂંટણી લડી અને જીતી હતી. મુખ્તાર અંસારીનો દીકરો અબ્બાસ અંસારી પણ જેલમાં છે. તેમજ તેની પત્ની શાઇસ્તા પરવિન અને નાનો દીકરો ઉમર અંસારી ફરાર છે. તેના પર પણ ઘણાં કેસ દાખલ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુખ્તાર અંસારી અને તેની ગેંગ કોલસાના વેપાર, રેલવે કરાર અને માછલીનો ગેરકાનુની વ્યવસાય કરતા હતા. એક સમયે તેનો એવો ખોફ હતો કે તેની મરજી વગર કોઈ કરાર કે વેપાર યુપીના પૂર્વાંચલમાં અન્ય કોઈ કરી શકતુ નહોતુ.