Amit Shah Net Worth : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેનું એફિડેવિટ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેઓએ પોતાની ઉમેદવારી નોંધવતા જણાવ્યું, કે તેની પાસે એક પણ કાર નથી. તેઓ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને સામાજિક કાર્યકર છે.
આ પણ વાંચો – 20 April : જાણો, આજનો ઈતિહાસ
Amit Shah Net Worth : મોદી સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભા ચુંટણી 2024 માટે ઉમેદવારી ફોર્મ ભરી દીધુ છે. તેઓએ બીજેપીની પરંપરાગત સીટ ગાંધીનગરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગાંધીનગરની સીટ પર ત્રીજા તબક્કામાં મતદાન થનાર છે. પોતાની ઉમેદવારી નોંધાવનાર અમિત શાહે કહ્યું કે જે સીટ પરથી લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એ પ્રતિનિધિત્વ કર્યું તે સીટનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે જનતા માટે અનેક કામો કર્યા છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
કેન્દ્રીય ગૃહમંત્રી અને દિગ્ગજ નેતા અમિત શાહે પોતાની ઉમેદવારી નોંધાવ્યાં બાદ તેનું એફિડેવિટ ભારે ચર્ચાનો વિષય બન્યું છે. તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવતા જણાવ્યું, કે મારી પાસે પોતાની કાર નથી. તે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને સામાજિક કાર્યકર્તા પણ છે. તેની આવકનો સ્ત્રોત સાંસદનો પગાર છે. ઘર-જમીનના ભાડામાંથી આવક થાય છે. ખેતી અને શેર ડિવિડેન્ડમાંથી પણ આવક થાય છે. તેની સાથે તેણે એ પણ નોંધ્યું કે તેના પર 3 કેસ દાખલ છે.
પોતાના એફિડેવિટમાં અમિત શાહે શું જણાવ્યુ?
કેન્દ્રીય મંત્રી અમિત શાહ પાસે પોતાની કાર નથી.
તેઓ પાસે 20 કરોડ રૂપિયાની જંગમ અને 16 કરોડ રૂપિયાની સ્થાવર સંપતિ છે.
હજુ પણ અમિત શાહ પર 15.77 લાખની લોન છે.
તેની પાસે માત્ર 24,164 રૂપિયા રોકડ પડી છે.
અમિત શાહ પાસે રૂ. 72 લાખના ઘરેણા છે. તેમાંથી તેણે 8.76 લાખના ઘરેણા ખરીદેલા છે.
તેમની પત્ની પાસે રૂ. 1.10 કરોડના ઘરેણા છે. જેમાં સોનાના 1620 ગ્રામ અને હીરાના 63 કેરેટના ઘરેણા છે.
તેમની પત્નીની વાર્ષિક આવક 39.53 લાખ રૂપિયા છે.
અમિત શાહે પોતાના વ્યવસાયમાં ખેતી અને સામાજિક કાર્યકર હોવાનું જણાવ્યું છે. તેના પર 3 કેસ દાખલ છે.
તેની આવકનો સ્ત્રોત સાંસદનો પગાર છે. ઘર-જમીનના ભાડાની આવક, ખેતીની આવક અને શેઅર ડિવિડન્ડની આવકનો સામાવેશ થાય છે.
તેમની પત્ની પાસે જંગમ સંપતિ 22.46 કરોડ રૂપિયા છે. જ્યારે સ્થાપર સંપતિ 9 કરોડ રૂપિયા છે. તેના ઉપર પણ 26.32 લાખની દેવું છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
અમિત શાહે ઉમેદવારી ભર્યા બાદ કહ્યુ કે, હું એક નાના બુથ કાર્યકર્તાના તરીકે સંસદ સુધી પહોંચ્યો છું. મોદીના નેતૃત્વમાં સીએમ અને પીએમના નાતે બીજેપીની સરકારે ઘણાં કાર્યો કર્યા છે. 30 વર્ષથી આ જ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદના રૂપે પ્રતિનિધિત્વ કર્યું છે. જનતા માટે ઘણાં કામો કર્યા. 5 વર્ષમાં 22 હજારથી વધુના વિકાસ કાર્ય કર્યા છે. 22 હજાથી વધુના કામ લોકસભામાં કર્યા. જનતાએ હંમેશા મારા પર પ્રેમ વરસાવ્યો છે અને બહુમતીથી જીતાવ્યો છે.
અડવાણીની સીટ રહી ચૂકી છે ગાંધીનગર
ગુજરાતની ગાંધીનગર સીટ અમિત શાહ પહેલા બીજેપીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની હતી. અડવાણી આ સીટ પરથી 6 વાર ચુંટણી જિત્યા છે. તેઓએ પહેલીવાર 1991માં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. 2019માં અમિત શાહે આ સીટ પર 5 લાખથી વધુ મતોના અંતરથી જીત મેળવી અડવાણીનો રેકોર્ડ તોડ્યો હતો.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં થશે મતદાન
ગુજરાતમાં લોકસભાની તમામ 26 સીટો પર એક જ દિવસે મતદાન થશે. ગુજરાતની તમામ સીટો પર ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થનાર છે. દેશની તમામ 543 લોકસભા સીટો પર મતગણના 4 જૂને થશે.