Young Billionaire : યુવાન બિઝનેસમેન પર્લ કપૂરે (Pearl Kapoor) પોતાની કંપનીને માત્ર 3 મહિનામાં 1.1 બિલિયન ડોલર (આશરે 9,129 કરોડ રૂપિયા)ના વેલ્યુએશન સુધી પહોંચાડી છે.
આ પણ વાંચો : OTT કન્ટેન્ટને લઈ અનુરાગ ઠાકુરની ચેતવણી, જાણો શું કહ્યું?
Young Billionaire : ભારતમાં દર વર્ષે અબજોપતિની સંખ્યા વધી રહી છે. આવા જ એક અબજપતિ હાલ ખૂબ ચર્ચામાં છે. તેને દેશનો સૌથી યુવાન અબજપતિ (Young Billionaire Of India) માનવામાં આવે છે. જેણે ખૂબ જ નાની ઉંમરમાં અબજો ડોલરની કંપની ઉભી કરી દીધી છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવા બિઝનેસમેન પર્લ કપૂરે (Pearl Kapoor) પોતાની કંપનીને માત્ર 3 મહિનામાં 1.1 બિલિયન ડોલર (આશરે 9,129 કરોડ રૂપિયા)ના વેલ્યુએશન સુધી પહોંચાડી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પર્લ કપૂર (Pearl Kapoor) માત્ર 27 વર્ષના છે અને તેની કંપનીનું નામ Zyber 365 છે. તેની સ્થાપના તેણે ગત વર્ષે 2023માં કરી હતી. આ એક ભારતીય કંપની છે. આ કંપની બ્લોકચેન ટેક્નોલોજી અને સાઇબર સિક્યોર AI ઇકોસિસ્ટમમાં પારંગત છે. આ કંપનીની હેડ ઓફિસ યુનાઇટેડ કિંગડમમાં છે અને તેનો વ્યવસાય ગુજરાતના અમદાવાદમાં ચાલી રહ્યો છે.
માત્ર 3 જ મહિનામાં બની ગઈ અબજો ડોલરની કંપની
અબજપતિનો દાવો છે કે તેઓએ પોતાની કંપનીને ખૂબ જ ઝડપથી આગળ વધારી છે. આ કંપનીએ માત્ર 3 મહિનામાં 1.2 બિલિયર ડોલર (આશરે 9,129 કરોડ રૂપિયા)નુ વેલ્યુએશન મેળવ્યું છે. એવો પણ દાવો છે કે આ કંપની ભારત અને એશિયામાં સૌથી ઝડપથી વિકાસ કરનાર યૂનિકોર્ન તરીકે ઉપર આવી છે. જણાવી દઈએ કે કપૂરની કુલ સંપતિ 1.1 અબજ ડોલર (આશરે 9,129 કરોડ રૂપિયા) છે અને કંપનીમાં 90 ટકાની બહુમત ભાગીદારી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કંપનીને મળ્યું મોટુ ફંડિંગ
કંપનીની વધતી વૃદ્ધિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને, Sram & Mram ગ્રૂપે સિરીઝ A ફંડિંગમાં $100 મિલિયનનું નોંધપાત્ર રોકાણ કર્યું, જેણે Zyber 365ના વેલ્યુએશનમાં વધુ વધારો કર્યો. Jaiber 365 નું EVM એ એક સ્માર્ટ કોન્ટ્રાક્ટ પ્લેટફોર્મ છે જે સેફ્ટિ, એનર્જી અને સ્થિરતા પર ફોકસ કરે છે.
આ રીતે કરી શરૂઆત
કપૂરે સૌપ્રથમ લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં એમએસસી કર્યું. પર્લ પહેલેથી જ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હતા. આવી સ્થિતિમાં, તેણે AIનો વધતો ક્રેઝ જોયો અને મે 2023 માં તેની Entrepreneur યાત્રા શરૂ કરી અને Jaiber 365 ની સ્થાપના કરી. જો કે, તે પહેલાં, કપૂરે એએમપીએમ સ્ટોરમાં નાણાકીય સલાહકાર અને એન્ટિઅર સોલ્યુશન્સમાં બિઝનેસ સલાહકાર તરીકે કામ કર્યું હતું. આ કંપની શરૂ કરતા પહેલા તેણે ફેબ્રુઆરી 2022માં બિલિયન પે ટેક્નોલોજીસ નામની કંપની શરૂ કરી હતી.