સૌરાષ્ટ્રનું પાટનગર બન્યું કાશ્મીર, જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ

Spread the love

Hail showers in Rajkot : ગુજરાતમાં ભરશિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે મેઘસવારી પહોંચી ગઈ હતી. જેના કારણે ખેડુતો ચિંતત બન્યાં છે. આજે વહેલી સવારે રાજકોટ અમદાવાદ હાઈવે પર વાતાવરણમાં પલટા સાથે કરા (Hail shower) પડવાનું શરૂ થઈ ગયું હતુ. જોતજોતામાં જમીન પર બરફ (Ice)ની ચાદર છવાઈ જતા સૌરાષ્ટ્રના પાટનગરમાં કાશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર પંથકમાં વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ

રાજકોટમાં કાશ્મીરનો અનુભવ

હવામાન વિભાગની આગાહીને પગલે 25થી 27 તારીખ સુધી ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રવિવારે વહેલી સવારે રાજકોટમાં કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો હતો. આજે વહેલી સવારે ભરશિયાળે રાજકોટમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. જેના લીધી રાજકોટ હાઈવે પર આવેલા માલિયાસણ ગામ નજીક અદ્ભુત નજારો સર્જાયો હતો. ભારે કરાવર્ષાથી જોતજોતાના રોડ પર બરફની ચાદર છવાઈ ગઈ હતી. જેનો વિડિયો અને તસવીરો હાલ સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થઈ રહી છે. રાજકોટવાસીઓ પોતાના શહેરમાં જ કાશ્મીર જેવો માહોલ સર્જાતા પરિવાર સાથે વાતાવરણનો આનંદ લેવા નીકળી પડ્યાં હતા. તેના લીધે માલિયાસણ ગામ નજીક આવેલા બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી હતી.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

નોંધનીય છે, કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 3 દિવસ ગુજરાતમાં માવઠુ પડેશે તેવી આગાહી કહી હતી. જેને પગલે આજે સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદી ઝાપડા પડ્યાં છે. ત્યારે ભર શિયાળે અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Junagadh : ભારે પવન સાથે વરસાદે પરિક્રમાર્થીઓની પરીક્ષા કરી

ગુજરાતમાં ઠેર ઠેર પડ્યું માવઠું

જો સૌરાષ્ટ્રમાં આજે સવારે વરસેલા વરસાદની વાત કરીએ તો જુનાગઢ શહેર સહિત, ખારાસા ગીર, વંથલી, વડાલ અને કાથરોટામાં વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં એક થી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજકોટ જિલ્લામાં શહેર સહિત ધોરાજી અને જેતપુર તાલુકામાં કમોસમી વરસા વરસ્યો હતો.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

કચ્છ જિલ્લામાં ભૂજ અને નખત્રાણા તાલુકામાં પણ વરસાદી ઝાપટા પડ્યાં હતા. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પાટણ અને રાધપુરમાં વહેલી સવારે પવન સાથે ભરશિયાળે વરસાદ થતા શિયાળુ વાવેતરમાં નુકાસની ભીંતિ સેવાઈ રહી છે.