પશુપાલકો-ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટેના મુખ્ય ચાર આધાર સ્તંભ એવા પશુ પસંદગી, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુ પોષણ અને માવજત સહિતના મુદ્દે નિષ્ણાતો દ્વારા

Junagadh: વંથલીના ગાદોઈ ગામે યોજાઈ પશુપાલન શિબિર

Spread the love

Junagadh: જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં વંથલીના ગાદોઈ ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી. જેમાં 200થી વધુ પશુપાલકો-ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટેના મુખ્ય ચાર આધાર સ્તંભ એવા પશુ પસંદગી, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુ પોષણ અને માવજત સહિતના મુદ્દે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ પશુપાલન શિબિરની સાથે પશુપાલનલક્ષી પ્રદર્શન પણ રાખવામાં આવ્યું

જિલ્લા પંચાયતના પ્રમુખએ ખેડૂતો અને પશુપાલકોને આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અપનાવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે પશુપાલન થકી આર્થિક રીતે સમૃદ્ધ થવા માટે પણ માર્ગદર્શન આપવાની સાથે ગૌ પાલન થકી ઉર્જાવાન બનવા માટે છણાવટ કરી હતી. ઉપરાંત આ પશુપાલન શિબિર ના સફળ આયોજન માટે જિલ્લાની પશુપાલન ટીમને અભિનંદન આપ્યા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરાએ પ્રાસંગિક સંબોધન કરતા ખેતી સાથે પશુપાલન અપનાવવા અને અને કેન્દ્ર રાજ્ય સરકારની પશુપાલન માટેની યોજનાઓ અને સેવાઓનું લાભ મેળવવા અનુરોધ કર્યો હતો.

આ શિબિરમાં નાયબ પશુપાલન નિયામક ડો. વિરલ આહિર, મદદનીશ પશુપાલન નિયામક ડો. ગજેરા, નિવૃત્ત મદદનીશ પશુપાલન નિયામક ડો. કારેથા, મદદનીશ પશુપાલન નિયામક ડો. દિલીપ પાનેરા અને જિલ્લા દૂધ સંઘના ડોક્ટર કાંધાણીએ પશુપાલન માટેના વિવિધ મુદ્દાઓને સાંકળીને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પ્રગતિશીલ પશુપાલક દેવાભાઈએ પશુપાલન પશુ સંભાળ માટે પોતાના અનુભવો રજૂ કર્યા હતા.

આ પણ વાંચો: ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પાંચમાં યુવક મહોત્સવનો થયો રંગારંગ પ્રારંભ

આ શિબિરના સફળ આયોજન માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ સહિતનાઓનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

આ પ્રસંગે વંથલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગોવિંદભાઈ, કારોબારી ચેરમેન મેરૂભાઈ મૂળીયાસિયા સહિતના મહાનુભાવો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરને સફળ બનાવવા માટે વંથલી તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડો. ડી.કે. ચોચા અને તાલુકા પશુપાલન ટીમે જહેમત ઉઠાવી હતી.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.