રાજકોટ જિલ્લા પંચાયતના સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત કાર્યરત રાજકોટ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં (Jobs in Anganwadi) કાર્યકર-તેડાગરની હાલની 324 ખાલી જગ્યાઓ અને 37 ભવિષ્યમાં પડનારી ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રકિયા શરૂ કરવામાં આવી રહી છે.

Rajkot: રાજકોટ જિલ્લામાં આંગણવાડીમાં કાર્યકર, તેડાગરની જગ્યાઓ માટે આવી ભરતી, જૂઓ માહિતી

Spread the love

Dinesh Rathod, Khabri Gujarat
Jobs in Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતના સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત કાર્યરત રાજકોટ જિલ્લાની (Jobs in Rajkot) વિવિધ આંગણવાડીઓમાં (Jobs in Anganwadi) કાર્યકર-તેડાગરની હાલની 324 ખાલી જગ્યાઓ અને 37 ભવિષ્યમાં પડનારી ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રકિયા શરૂ કરવામાં આવી રહી છે.

આ ભરતી પ્રકિયામાં આંગણવાડી કાર્યકરની 114, આંગણવાડી તેડાગરની 210 તેમજ ભવિષ્યમાં ખાલી પડનારી આંગણવાડી કાર્યકરની 23 અને આંગણવાડી તેડાગરની 14 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: પેટન્ટ ફાઇલિંગમાં થયો વધારો, PM મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ખુશી

આ ભરતી પ્રક્રિયા માટે તા. 30.11.2023 સુધીમાં https://e-hms.gujarat.gov.in વેબસાઈટ ઉપરથી ઓનલાઇન અરજી કરી શકાશે. જેમાં અરજી કરવાની પધ્ધતિ અને માર્ગદર્શિકા વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જે ધ્યાનપૂર્વક વાંચી, સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે.

આ પણ વાંચો: ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે એવી ‘ક્રાઇમ સ્ટોરી’

ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ સાચી વિગતો નિયમોનુસાર અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ સુવાચ્ય હોવા જરૂરી છે. તેમજ વધુ માહિતી માટે રાજકોટ જિલ્લાના સંબંધિત તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી (ICDS), તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. તેમ પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ. શાખા જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.