Mangalyaan-2 : NASAની જેમ ભારતીય સ્પેસ એજન્સી ISRO પણ પોતાના મંગળયાન મિશનમાં હેલિકોપ્ટર મોકલશે. આ મિશન 2030 સુધીમાં તૈયાર થઈ જશે. આ હેલિકોપ્ટર નાસાના ઇન્જેન્યુટીની જેમ જ હશે. જેને પર્સિવરેન્સ રોવર સાથે મંગળ ગ્રહમાં મોકલવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો – અનંત-રાધિકા પ્રિ-વેડિંગ ફંક્શન : જંગલ થીમ પર થશે ઉજવણી
Mangalyaan-2 : ISRO હાલ પોતાના આગામી મંગળયાન મિશન (Mangalyaan Mission) કોન્સેપ્ટ પર કામ કરી રહ્યું છે. આ વખતે મંગળયાન મંગળ ગ્રહની પરિક્રમા નહિ કરે પણ તે ચંદ્રની જેમ સપાટી પર લેન્ડ થશે. ઇસરો મંગળયાન લેન્ડરની સાથે નાસાની જેમ હેલિકોપ્ટર મોકલશે. આ હેલિકોપ્ટર ઇન્જેન્યુટી (Ingenuity)ની જેમ કામ કરે તેવી શક્યતા છે.
અગાઉ ભારતે નવેમ્બર 2013માં મંગળયાન એટલે કે માર્સ ઓર્બિટર મિશન (MOM) મોકલ્યું હતું. જે સપ્ટેમ્બર 2014માં લેન્ડ થયું હતુ. આ યાન મંગળની આસપાસ ફરતું અવકાશયાન હતું. તેણે અપેક્ષા કરતાં વધુ કામ કર્યું. વર્ષ 2022માં તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ફિજિક્સ લેબોરેટરીના સાયન્ટિસ્ટ જયદેવ પ્રદીપે હાલમાં જ એક વેબિનારમાં જણાવ્યું કે ઈસરો મંગળ ગ્રહ પર હેલિકોપ્ટર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ વખતે ઇસરો મંગળ ગ્રહની સપાટી પર લેન્ડ કરાવશે. જેથી સપાટી પર ટકીને પલોડ્સ વૈજ્ઞાનિક શોધ કરી શકે. તેમજ હેલિકોપ્ટરથી હવાઇ સર્વે કરી શકે.
ઇસરોનું હેલિકોપ્ટર કરશે આ કામ
ઇસરોના ડ્રોન હેલિકોપ્ટરમાં ટેમ્પરેચર સેન્સર, હ્યુમિનિટી સેન્સર, પ્રેશન સેન્સર, વિંડ સ્પીડ સેન્સર, ઇલેક્ટ્રિક ફિલ્ડ સેન્સર, ટ્રેસ સ્પીસીઝ સેન્સર અને ડસ્ટ સેન્સર હશે. સાથે જ હવામાં ઉડતી વખતે એયરસોલની પણ તપાસ કરશે. તે 328 ફૂટની ઉંચાઈએ ઉડશે. જ્યારે નાસાનુ હેલિકોપ્ટરની વધુમાં વધુ 79 ફૂટની ઉંચાઈએ જઈ શક્યું હતુ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
નાસાના ઇન્જેન્યુટીએ કુલ 17 કિમી ઉડાન ભરી
નાસાના હેલિકોપ્ટર ઇન્જેન્યુટીએ તેના સમગ્ર મિશન દરમિયાન કુલ બે કલાક ઉડાન ભરી હતી. એકંદરે 17 કિલોમીટરનું અંતર આવરી લેવામાં આવ્યું છે. ઇન્જેન્યુઇટી હેલિકોપ્ટર ફેબ્રુઆરી 2021 માં જેઝેરો ક્રેટરમાં પર્સિવરેન્સ રોવર સાથે મંગળ પર ઉતર્યું હતું. ત્યાં સુધી એ જાણી શકાયું ન હતું કે મંગળના હળવા વાતાવરણમાં ઉડાન શક્ય છે કે નહીં.
પરંતુ 1.8 કિલો વજન ધરાવતી ચાતુર્ય મંગળ પર 72 વખત ઉડાન ભરી હતી. જાન્યુઆરી 2024 માં, તેના રોટર બ્લેડે કામ કરવાનું બંધ કરી દીધું. હવે આ હેલિકોપ્ટર મંગળની સપાટી પર ઉતરી ગયું છે. એવું નથી કે માત્ર ભારત જઇન્જેન્યુટીથી પ્રેરિત છે. હકીકતમાં ચીન મંગળ પર ડ્રોન મોકલવાની પણ તૈયારી કરી રહ્યું છે. જેથી મંગળ પરથી સેમ્પલ લાવી શકાય.