“પરદે કે પીછે પરદાનશી હૈ”, ગુર્ખા વગર જોવા મળી ઇરફાનની પત્ની

Spread the love

Jagdish, Khabri Media Gujarat

વર્લ્ડ કપ 2023માં અફઘાન ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. અફઘાનિસ્તાને પોતાની રમતથી ઘણાં પ્રભાવિત કર્યાં છે. આ ટીમના ક્રિકેટ દિગ્ગજો પણ વખાણ કરી રહ્યાં છે. ત્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ આખી ટીમના ફેન બની ગયા છે. તેઓએ તો ફિલ્ડમાં રાશિદ ખાન સાથે ભાંગડા પણ કર્યાં હતા, ત્યાર બાદ તેઓએ આખી ટીમને પોતાના ઘરે પાર્ટી આપી હતી.

આ પણ વાંચો : પોલીસ સ્ટેશનમાં ઉંદરોએ કર્યું એવું કારનામું, કે…

PIC – Social Media

ઈરફાનની પાર્ટીમાં જાણીતા સિંગર અદનાન સામી અને અભિનેતા સુનિલ સેટ્ટી પણ સામેલ થયા હતા. પાર્ટીની તસવીરો ખુદ ઈરફાન પઠાણે શેઅર કરી છે. જો આ તસવીરની ખાસિયતની વાત કરીએ તો, પહેલી વાર ઈરફાનની પત્ની સફા ગુર્ખા વગર જોવા મળી હતી. જે લોકો માટે બહુ મોટી સરપ્રાઇઝ હતી. કેમ કે ઇરફાનની પત્ની સફા હંમેશા ગુર્ખામાં જ જોવા મળે છે. જેના લીધે ઇરફાન ખૂબ ટ્રોલ પણ થતો હતો.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

વાયરલ તસવીરમાં ઇરફાન પોતાની પત્ની સાથે ખુબ ખૂશ જોવા મળી રહ્યો છે. બંનેએ એક જ કલરના કપડા પહેરેલા છે. તસવીરમાં ઈરફાન પોતાની પત્નીના ગળામાં હાથ નાંખી ઊભો છે. લોકોએ આ કપલના ખૂબ વખાણ કર્યાં હતા. કોઈ આ કપલને પરફેક્ટ કપલ તો કોઈ ઇરફાનની પત્નીને હસીન તરીકે સંબોધિત કરી રહ્યું છે.

આ પણ વાંચો : MP Election 2023 : CM ભૂપેન્દ્ર પટેલે ગણાવી શિવરાજસિંહની સિદ્ધિઓ

આ પાર્ટીમાં હરભજન સિંહ પણ જોવા મળી રહ્યાં છે. આપને જણાવી દઈએ, કે ઇરફાન અને હરભજન બંને ખૂબ સારા મિત્રો છે. ઇરફાનની પાર્ટી તસવીરો પર અદનાન સામીએ પણ ટ્વિટ કર્યું છે. તેઓએ લખ્યું છે કે, “ઈરફાન પઠાન કે ઘર પર ‘વીર’ અફઘાન ક્રિકેટ ટીમ કે સાથે એક ખુબસુરત શામ! કહાનિયા, પ્યાસ, હંસી, કબાબ, શોલા ઔર ગાબુલી પુલાવ વો ભી કાફી માત્રા મે થે!!”

આપને જણાવી દઇએ, કે ઈરફાનની પત્ની સફા ઈરફાન પઠાનથી ઉંમરમાં 10 વર્ષ નાની છે. ઈરફાને વર્ષ 2016માં સફા સાથે લગ્ન કર્યાં હતા. તેઓના લગ્ન મક્કામાં થયા છે. સફાનો આખો પરિવાર દુબઈમાં છે પણ તે ભારતના હૈદરાબાદની રહેવાસી છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

સફા એક મોડલ હતી અને તેણે ઈન્ડિયન ઇન્ટરનેશન સ્કૂલ અલ જુબૈલમાં અભ્યાસ કર્યો છે. પરંતુ લગ્ન બાદ તેણે મોડેલિંગ છોડી દીધુ અને હાલ તેઓ બંને પોતાના લગ્નજીવનથી ખુશ છે. આ બંનેને સંતાનમાં એક દીકરો પણ છે.