12 પાસ માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, જાણો ક્યારે કરી શકશો અરજી

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી
Spread the love

Indian Coast Guard Recruitment : જો તમે સરકારી નોકરી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નાવિકની જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે. ઈચ્છુક ઉમેદવાર સત્તારવાર વેબસાઈટ પર જઈ જગ્યા માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો : 11 February : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

Indian Coast Guard Recruitment : જો તમે 12મું પાસ હો અને સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોય તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. ભારતીય કોસ્ટ ગાર્ડે નાવિકની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. નોટિફિકેશન અનુસાર, આ પોસ્ટ્સ માટે અરજી પ્રક્રિયા 13 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માગે છે તેઓ ભારતીય કોસ્ટ ગાર્ડની સત્તાવાર વેબસાઇટ, joinIndiancoastguard.cdac.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જગ્યાની માહિતી

આ ભરતી દ્વારા ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં કુલ 260 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

વય મર્યાદા

આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 થી 22 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારોનો જન્મ 1 સપ્ટેમ્બર 2002 થી 31 ઓગસ્ટ 2006 ની વચ્ચે હોવો જોઈએ.

લાયકાત

આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોએ કાઉન્સિલ ઓફ બોર્ડ્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન (COBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે 10+2 પાસ કરેલ હોવા જોઈએ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અરજી ફી

ઉમેદવારો (SC/ST ઉમેદવારો સિવાય, જેમને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે)એ રૂ. 300/- ફી ચૂકવવાની રહેશે. આ ચુકવણીઓ નેટ બેંકિંગનો ઉપયોગ કરીને અથવા Visa/Master/Maestro/RuPay ક્રેડિટ/ડેબિટ કાર્ડ/UPIનો ઉપયોગ કરીને ઑનલાઇન મોડ દ્વારા કરી શકાય છે. સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો ભારતીય કોસ્ટ ગાર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. તમને જણાવી દઈએ કે વિગતવાર સૂચના ભારતીય કોસ્ટ ગાર્ડની સત્તાવાર વેબસાઇટ joinIndiancoastguard.cdac.in પર ઉપલબ્ધ છે.