૧૨ વર્ષ પછી ભવ્ય જીત ભારત ને મળી ટિકિટ

Spread the love

Shivangee R Khabri Media Gujarat

પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 4 વિકેટે 397 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 50મી સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જ્યારે શ્રેયસ અય્યરે વર્લ્ડ કપમાં સતત બીજી સદી ફટકારી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. તે વર્લ્ડ કપના ઈતિહાસમાં ચોથી વખત 5 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ ટ્રોફીથી માત્ર એક જીત દૂર છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ તેની સતત 10મી મેચ જીતીને ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે, જ્યાં તેનો સામનો દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે. ટીમ ઈન્ડિયાએ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ કિવી સામેની 4 વર્ષ જૂની હારનો સ્કોર પણ સરલ કરી લીધો.

ભારતે આપેલા 398 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમ 48.5 ઓવરમાં માત્ર 327 રન જ બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલે 134 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન કેન વિલિયમસન 69 રન બનાવીને આઉટ થયો હતો. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 7 વિકેટ લીધી હતી. આ પહેલા ભારતે વિરાટ કોહલીની 50મી સદી અને શ્રેયસ અય્યરની સતત બીજી સદીની મદદથી 4 વિકેટે 397 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 80 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. કેપ્ટન રોહિત 47 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે કેએલ રાહુલે 20 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા.