દુનિયામાં સસ્તા પાસપોર્ટની યાદીમાં ભારતીય પાસપોર્ટે મારી બાજી

Spread the love

Cheap Passport : ઓસ્ટ્રેલિયન કંપનીએ એક અભ્યાસ કર્યો છે, જેમાં ભારતના પાસપોર્ટે શાનદાર પ્રદર્શન કર્યું છે. અભ્યાસમાં તમામ દેશોના પાસપોર્ટની તુલનાથી જાણવા મળ્યું છે કે ભારતનો પાસપોર્ટ દુનિયાનો બીજા નંબરનો સૌથી સસ્તો પાસપોર્ટ છે.

આ પણ વાંચો – DC Vs GT : શુભમન ગિલે જણાવ્યું ગુજરાત ટાઇટન્સની હારનું કારણ

PIC – Social Media

Cheap Passport : એક અભ્યાસમાં જાણવા મળ્યું કે, ભારતનો પાસપોર્ટ દુનિયામાં બીજો સૌથી સસ્તો પાસપોર્ટ છે. અભ્યાસના તારણમાં જાણવા મળ્યું કે ભારતનો પાસપોર્ટ દુનિયાનો સૌથી સસ્તો પાસપોર્ટ હોવાની સાથે વેલેડિટીના વાર્ષિક ખર્ચના હિસાબે દુનિયામાં સૌથી સસ્તો પાસપોર્ટ છે. અભ્યાસમાં યુએઈનો પાસપોર્ટ મોખરે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઓસ્ટ્રેલિયન કંપની Compare the Market AUએ પોતાના અભ્યાસમાં વિવિધ દેશોના પાસપોર્ટના ખર્ચની તુલના કરી હતી. અભ્યાસમાં પાસપોર્ટની વેલિડિટીના દર વર્ષના ખર્ચની પણ તુલના કરવામાં આવી. ક્યા દેશના પાસપોર્ટથી કેટલા દેશોમાં ફ્રી વિઝાએ એન્ટ્રી મળી શકે તેની પણ આ અભ્યાસમાં તુલના કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયન કંપની તરફથી જાહેર પ્રેસ નિવેદન અનુસાર, 10 વર્ષની વેલિડિટી માટે ભારતીય પાસપોર્ટની કિંમત 18.07 ડોલર (1505 રૂપિયા) છે. જ્યારે યુએઈ 5 વર્ષના પાસપોર્ટ માટે 17.07 ડોલર (1474 રૂપિયા) ચાર્જ વસુલે છે.

ભારતીય પાસપોર્ટ સસ્તો છે પરંતું તેની સાથે તમે અમુક જ દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી કરી શકો છો. ભારતીય પાસપોર્ટ ધારક માત્ર 62 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી કરી શકે છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડાના જેવા દેશોના કેસમાં ઉલટુ છે. જેના પાસપોર્ટ મોંઘા છે, પરંતુ તે વધુ દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રીનું એક્સેસ આપે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

અભ્યાસ અનુસાર યુએઈનો પાસપોર્ટ દરેક રીતે મોખરે રહ્યો છે. પછી તે દુનિયાનો સૌથી સસ્તો પાસપોર્ટ હોય કે વિઝા ફ્રી એન્ટ્રીની વાત હોય.