ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

Spread the love

Jagdish, Khabri Media, Gujarat :

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. હવેથી વિદ્યાર્થીઓને સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા માટે અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા કરવાની જરૂર નથી. ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે એક કોમન પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પ્રક્રિયા શૈક્ષણિક વર્ષ 2024-25થી લાગુ કરવામાં આવશે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં શૈક્ષણિક બાબતે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં હવેથી તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે એક કોમન પોર્ટલ “ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS)” કાર્યરત રહેશે. સરકારી યુનિવર્સિટીઓના તમામ અભ્યાસક્રમો, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને આવરી લેતી શરૂઆતથી અંત સુધીની એડમિશન પ્રક્રિયાને સંચાલિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સરળ અને સુરક્ષિત એપ્લિકેશન વિકસાવવામાં આવી છે.

આ પણ વાંચો : દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટેના પુરસ્કારની આવી જાહેરાત, આ રીતે કરી શકશો અરજી

વિદ્યાર્થીઓને ફાયદો શું?

મહત્વનું છે, કે હાલમાં દરેક વિદ્યાર્થી સરેરાશ 500 રૂપિયા ખર્ચીને અંદાજે પાંચ કોર્સમાં અરજી કરે છે, તેની જગ્યાએ હવે GCAS દ્વારા નજીવી ફીમાં અમર્યાદિત યુનિવર્સિટી કે કોર્સમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. સાથે જ તમામ યુનિવર્સિટી અને કોર્સીસમાં પ્રવેશ માટે એક જ સમયગાળો રહેશે. વિદ્યાર્થીઓએ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા નહિ કરવી પડે.

એક ક્લિક પર એડમિશનની તમામ માહિતી

પોર્ટલ વિશે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું, કે GCAS દ્વારા પ્રવેશ પ્રક્રિયાની તમામ માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓને ચોઇસ ભરવા સાથે ઓનલાઇન નોંધણી, બોર્ડનો ડેટા ઉપલબ્ધ હોય તો વિદ્યાર્થીનું પરિણામ વિદ્યાર્થીનો સીટ નંબર દાખલ કરવાથી જાતે જ ઉપલબ્ધ થશે. એડમિશનની સરળતા માટે સહાય કેન્દ્ર દ્રારા કોલેજ કક્ષાએ જ વિધાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરાશે, તેમજ નિયમ મુજબ મેરિટ બનાવવું અને વિદ્યાર્થીઓના ઓનલાઈન કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા આ પોર્ટલ મારફત કરાઈ છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

એડમિશન માટેનું કન્ફર્મેશન અને વિદ્યાર્થીઓ દ્વારા ફીની ઓનલાઈન ચુકવણી સહિત એસ.એમ.એસ/ઈમેલ દ્વારા માહિતી વિતરણની પણ સેવાઓ આ પોર્ટલ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ સાથે જ વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી, કોલેજ તમામને OTP આધારિત લોગીનની સુવિધા અને શિક્ષણ વિભાગ, યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ માટે અલગ ડેશબોર્ડ, રિપોર્ટ્સ માટેની પણ આ પોર્ટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : Rajkot: રાજકોટમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે ફટાકડા, પોલીસ કમિશ્નરનો આદેશ

ઋષિકેશ પટેલે પોર્ટલની વિશેષતાઓ અંગે વાત કરતા કહ્યું હતું કે, વિદ્યાર્થી દ્વારા એકજ પ્રવેશ ફી ભરીને એક સાથે ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં અને અલગ અલગ ફેકલ્ટીમાં અમર્યાદિત અરજી કરવાની સુવિધા આ પોર્ટલ થકી મળશે. યુનિવર્સિટીને પણ તેમના વિદ્યાર્થીનો ડેટા સિક્યોર એપ્લીકેશન દ્વારા મળશે. ગુજરાત રાજ્ય પબ્લિક યુનિવર્સિટી એક્ટ અંતર્ગતની તમામ યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયાનો ડેટા શિક્ષણ વિભાગને સિંગલ ક્લિક પર રીયલ ટાઈમમાં મળશે. સાથે જ ઓટો સ્કેલિંગ અને વિશ્વસનીયતા માટે ક્લાઉડ આધારિત સોલ્યુશન પણ આમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.