વગર આમંત્રણે લગ્નમાં જમવા જતા હોય તો, સાવધાન…

Spread the love

15 જાન્યુઆરીએ કમુરતા ઉતરતા જ માંગલિક કાર્યોની શરૂઆત થઈ ગઈ છે. લોકો હવે લગ્ન પ્રસંગોની તૈયારીમાં ફરી જોતરાઈ ગયા છે. જ્યારે લગ્ન પ્રસંગની વાત થઈ રહી હોય ત્યારે જમણવારને કેમ ભૂલી શકાય. આમ તો લગ્નમાં ઘણાં લોકોને જમણ માટે આમંત્રણ આપવામાં આવે છે પરંતું કેટલાક એવા લોકો પણ છે, જે લગ્નમાં તો પહોંચી જાય છે પણ દૂર દૂર સુધી તેઓને ઘરધણી સાથે કોઈ સંબંધ નથી હોતો.

આ પણ વાંચો : ફેબ્રુઆરીમાં આટલા દિવસ બેન્ક રહેશે બંધ, જોઈ લો યાદી

PIC – Social Media

લગ્નની પાર્ટીઓમાં આમંત્રણ વિના જમવા આવતા લોકોની સંખ્યા ઓછી નથી. આમાં મોટાભાગે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો સમાવશે થાય છે. જો કે, કેટલાક પરિવારો એવા છે જે ટકાટક થઈને લગ્નોમાં પહોંચી જતા હોય છે. તેમની પાસે એક જ કામ છે, આ લગ્નોમાં પીરસવામાં આવતા ભોજનનો આનંદ લેવાનું. જો તમે પણ આવું કરો છો તો આ સમાચાર તમારા માટે છે. શું તમે જાણો છો કે લગ્નની પાર્ટીમાં આમંત્રણ આપ્યા વિના ખાવાથી તમને બેથી સાત વર્ષની જેલ થઈ શકે છે?

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વકિલનું શું કહેવું છે

આ સવાલનો જવાબ એડવોકેટ ઉજ્વલ ત્યાગીએ સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર આપ્યો હતો. તેમણે કહ્યું કે જે લોકો લગ્નમાં આમંત્રણ આપ્યા વિના જમવા જાય છે તો તે અપરાધ છે. જો આમ કરતા તે પકડાય, તો તેમને કલમ 442 અને 452 હેઠળ બે થી સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. તેણે કહ્યું કે આમંત્રણ આપ્યા વિના લગ્નમાં જવું એ ટ્રેસપાસિંગનો મામલો છે. આવી સ્થિતિમાં આ બે કલમો હેઠળ સજા થઈ શકે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વકિલ સાહેબનો આ વિડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. ઘણાં લોકોને આ વિશે જાણીને નવાઈ પણ લાગી. એક યુઝર્સે લખ્યું કે એનો અર્થ એવો કે હવે હોસ્ટેલવાળા જેલ જશે? અન્ય એક યુઝર્સે લખ્યું કે ભારતમાં વગર આમંત્રણે આવેલા મહેમાનને સન્માન આપવામાં આવે છે. ત્યારે એક વ્યક્તિએ કમેન્ટમાં લખ્યું કે, સારુ થયુ મે વિડિયો જોઈ લીધો. હવે તે આવું ક્યારેય નહિ કરે…