જલ્દી કરો…UG NEET પરીક્ષા ફોર્મ ભરવા માટે આજે અંતિમ તારીખ

Spread the love

NEET UG Exam 2024: NEET UG પરીક્ષા માટે અરજીની પ્રક્રિયા 9 ફેબ્રુઆરી 2024થી શરૂ થઈ હતી. જે આજે એટલે કે 9 માર્ચ 2024ના રોજ પૂર્ણ થઈ રહી છે. એનટીએ આજે રાત્રે 9 વાગ્યે આ પરીક્ષા માટે એપ્લિકેશન વિન્ડો બંધ કરી દેશે. ઉમેદવારને સલાહ આપવામાં આવે છે કે વિલંબ વગર આજે તાત્કાલિક અરજી કરી, દો કેમ કે લાસ્ટ ડેટ પર ફોર્મ ભરવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો – મુખ્યમંત્રી આજે બે મહત્વપૂર્ણ યોજનાનો કરાવશે પ્રારંભ

PIC – Social Media

NEET UG Exam 2024: આજે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEET UG પરીક્ષા માટેની એપ્લિકેશન વિન્ડો આજે, માર્ચ 09, 2024, રાત્રે 09 વાગ્યે બંધ કરવામાં આવશે. તેથી, જે ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તેઓએ વિલંબ વિના હમણાં જ અરજી કરી દો. અરજી કરવા માટે, ઉમેદવારોએ https://exams.nta.ac.in/NEET/ પર જઈને અરજી ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થીઓને ફી જમા કરાવવા માટે 11:50 વાગ્યા સુધીનો સમય આપવામાં આવશે.

જણાવી દઈએ કે NEET UGની પરીક્ષાનુ આયોજન 3 ભાષામાં કરવામાં આવે છે. જેમાં આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓનો સમાવેશ થાય છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

NEET UG ફોર્મ ભરવા માટે આટલી ફી ચૂકવવી પડશે

NEET UG ફોર્મ ભરવા માટે, જનરલ/NRI કેટેગરીના ઉમેદવારો માટે 1700 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે. જનરલ-EWS/OBC-NCL કેટેગરીના ઉમેદવારો માટેની ફી રૂ. 1600 છે. આ સિવાય SC/ST PWBD/થર્ડ જેન્ડરના વિદ્યાર્થીઓએ 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

NEET UG પરીક્ષા 5 મેના રોજ લેવામાં આવશે

NEET UG પરીક્ષા 5મી મે 2024ના રોજ લેવામાં આવશે. પરીક્ષાનો સમયગાળો 200 મિનિટનો રહેશે. પરીક્ષાનો સમય બપોરે 2 થી 5.20 નો રહેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

આ રીતે ભરો NEET UG ફોર્મ

સૌ પ્રથમ ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ https://exams.nta.ac.in/NEET ની મુલાકાત લેવાની રહેશે. હવે હોમ પેજ પર ઉપલબ્ધ NEET UG પરીક્ષા 2024 નોંધણી લિંક પર ક્લિક કરો. હવે નોંધણી વિગતો દાખલ કરો અને તમારી જાતને નોંધણી કરો. એકવાર થઈ ગયા પછી, એકાઉન્ટમાં લોગ ઇન કરો. અરજી ફોર્મ ભરો અને ફી ચૂકવો. સબમિટ પર ક્લિક કરો અને પેજ ડાઉનલોડ કરો. વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.