સ્કુલ-ઓફિસોમાં રજા, માંસ-મદિરાની દુકાનો બંધ, જાણો ક્યાં રાજ્યમાં શું છે નિયમ?

Spread the love

Ram Mandir Pran Prathishtha: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. આ ઐતિહાસિક ક્ષણનું સૌકોઈ સાક્ષી બની શકે તે માટે દેશમાં સ્કુલ અને ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો : 114 કળશોના જળથી કરાશે રામલલ્લાની મૂર્તિને સ્નાન, જાણો આજનો કાર્યક્રમ

PIC – Social Media

ઘણા રાજ્યો અને કેન્દ્ર સરકારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને (Ram Mandir Pran Prathishtha) લઈને રજા જાહેર કરી છે. કેટલાક રાજ્યોમાં અડધા દિવસની રજા (Half Day Holiday) જાહેર કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે માંસ અને દારૂની દુકાનોને પણ તાળાં મારવામાં આવનાર છે. ગોવાના કેસિનો પણ 22 જાન્યુઆરીએ બંધ રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત તમામ ચાર હોસ્પિટલો, જેમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) અને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલનો સમાવેશ થાય છે, તે બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે.

જો કે હોસ્પિટલોમાં (Hospital) ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન જો કોઈ દર્દી ઈમરજન્સી સ્થિતિમાં આવે તો તેને તાત્કાલિક સારવાર આપવામાં આવશે. પરંતુ સામાન્ય ઓપીડી બપોરે 2.30 વાગ્યા પછી ખુલશે. દિલ્હી AIIMS, ડૉ. રામ મનોહર લોહિયા, સફદરજંગ અને લેડી હાર્ડિંગ જેવી ચાર હોસ્પિટલો બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કયા રાજ્યમાં રજા છે અને કયા રાજ્યમાં શું બંધ રહેશે.

ક્યાં રાજ્યોમાં માંસ-મદિરાની દુકાનો બંધ?

ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે (Ram Mandir Pran Prathishtha) રાજ્યમાં દારૂ અને માંસની દુકાનો બંધ (Liquor and meat shops) રહેશે. છત્તીસગઢમાં દારૂ અને માંસની દુકાનો બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. મધ્યપ્રદેશ અને હરિયાણા પણ તે રાજ્યોમાં સામેલ છે જ્યાં દારૂ અને માંસની દુકાનોમાં તાળાં રહેશે. હરિયાણામાં પણ દારૂની દુકાનો ખુલશે નહીં, જ્યારે માંસની દુકાનોને બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. ઉત્તરાખંડ અને ગુજરાતમાં પણ દારૂ અને માંસની દુકાનો બંધ રહેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

કયા રાજ્યોમાં રજા રહેશે?

ત્રિપુરા : ત્રિપુરામાં તમામ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે.

છત્તીસગઢ : રાજ્યની તમામ સરકારી કચેરીઓ 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે. શાળા-કોલેજોમાં આખો દિવસ રજા રહેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઉત્તર પ્રદેશ : યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તમામ શાળાઓ અને ઓફિસોમાં રજા જાહેર કરી છે.

મધ્ય પ્રદેશ : મધ્યપ્રદેશમાં શાળાઓમાં સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં અડધો દિવસ રહેશે.

ગોવા : ગોવા સરકારે 22 જાન્યુઆરીએ સરકારી કર્મચારીઓ અને શાળાઓમાં રજા જાહેર કરી છે.

હરિયાણા : રાજ્યની સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં અડધો દિવસ રહેશે, જ્યારે શાળા-કોલેજોમાં આખો દિવસ રજા રહેશે.

ઓડિશા : ઓડિશા સરકારની ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ માટે હાફ ડેની જાહેરાત કરવામાં આવી છે.

આસામ : અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આસામ સરકારે સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં હાફ ડેની જાહેરાત કરી છે.

રાજસ્થાન : રાજસ્થાનમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે હાફ ડે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા રહેશે.

ગુજરાત : ગુજરાત પણ તે રાજ્યોમાં સામેલ છે જ્યાં સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 2.30 વાગ્યા સુધી અડધો દિવસ રહેશે.

ચંદીગઢ : કેન્દ્ર શાસિત પ્રદેશે નિર્ણય લીધો છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તમામ સરકારી કચેરીઓમાં આખો દિવસ રજા રહેશે.

ઉત્તરાખંડ : ઉત્તરાખંડ સરકારે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં હાફ ડેની જાહેરાત કરી છે. સરકારી કચેરીઓ પણ અડધો દિવસ બંધ રહેશે.

આ પણ વાંચો : સૂર્યકિરણ એર શો : વાયુસેનાના દિલધડક કરતબોથી લોકો મંત્રમુગ્ધ

મહારાષ્ટ્ર : રાજ્ય સરકારે શુક્રવારે જાહેરાત કરી કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મહારાષ્ટ્રમાં જાહેર રજા રહેશે. શાળાઓ, કોલેજો અને ઓફિસો બંધ રહેશે.

પુડુચેરી : કેન્દ્રશાસિત પ્રદેશે પણ નિર્ણય લીધો છે કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પુડુચેરીમાં જાહેર રજા રહેશે.

દિલ્હી : દિલ્હી સરકારની તમામ ઓફિસોમાં અડધા દિવસની રજા રહેશે. દિલ્હીની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અડધો દિવસ રહેશે.