Electricity demand : ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું, કે છેલ્લા 20 વર્ષમાં રાજ્યની વીજ માગમાં ત્રણ ગણો વધારો થયો છે. તે જ બતાવે છે કે ગુજરાતમાં ગુજરાતમાં ઉદ્યોગોનનો વિકાસ ,ખેતીવાડી તેમજ શહેરોનો વિકાસ ખૂબ વ્યાપક પ્રમાણ માં થયો છે.
આ પણ વાંચો : ગળામાં ખરાશ અને સોજાથી પરેશાન છો? તો આપનાવો આ ઘરેલુ ઉપાય
Electricity demand : વિધાનસભા ગૃહમાં અદાણી પાવર લિમિટેડ સાથે 2007માં થયેલ બીડ સહિત વીજ ખરીદી અંગેના પ્રશ્નોનો ઉત્તર આપતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ (Energy Minister Kanubhai Desai)એ જણાવ્યું, કે છેલ્લા 20 વર્ષમાં રાજ્યની વીજ માગમાં ત્રણ ગણો વધારો થયો છે. તે રાજ્યની પ્રગતિનો આંક દર્શાવે છે. વીજ વપરાશ માં અનેક ઘણો વધારો થયો છે. 2002માં રાજ્યની મહત્તમ વીજમાં 7743 મેગાવોટ હતી જે વર્ષ 2023માં વધીને 24544 મેગાવટ થઈ છે . તે જ બતાવે છે કે ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ, ખેતીવાડી તેમજ શહેરોનો વિકાસ ખૂબ વ્યાપક પ્રમાણ માં થયો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે વીજ ખરીદીની તમામ પ્રક્રિયાઓ પારદર્શક રીતે અને મેરીટ ઓર્ડર પ્રમાણે કરવામાં આવે છે એટલે કે ઓછા ભાવ મુજબ પ્રયોરીટી. હોય છે. વીજ ખરીદીને આ પ્રક્રિયામાં GSECL રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ખાનગી કંપનીઓ, આયાત, તેમજ બિન પરંપરાગત સ્ત્રોતો મારફત વીજળી ખરીદી કરવામાં આવે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
અગાઉ ખેતીવાડી વીજ જોડાણો માટે ખેડૂતોને 15 વર્ષ જેટલી રાહ જોવી પડતી હતી અને લાંબુ વેઇટિંગ હતું, જ્યારે હાલમાં ખેડૂતોને અરજી કર્યેથી અંદાજે 3 થી 6 માહિનામાં વીજ જોડાણ મંજૂર કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં ખેતીવાડી અને ઉદ્યોગોનો વિકાસ થવાથી તેમજ શહેરીકરણને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો (Ease of Living) થવાને કારણે રાજ્યનું માથાદીઠ વીજ વપરાશ વર્ષ 2003માં 953 યુનિટ હતું. જે વર્ષ 2013માં માથા દીઠ વપરાશ 1800 યુનિટ થયું હતું અને આજે 2023માં બે ગણાથી વધુના વધારા સાથે 2402 યુનિટ થયું છે. આમ વધતી જતી વીજમાંગને પહોચી વળવા માટે રાજ્ય સરકારે વીજળી ખરીદવી પડે છે.